રાજ્ય માં કોરોના વાયરસ વકરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ને પ્રજાની ખુબજ ચિંતા થવા માંડી છે અને તેથી જ હવે પ્રજા ને કઈ ન થાય તે માટે હોળી માં વધુ લોકો ને એકત્ર થવા ઉપર પ્રતિબંધ લગાવી રાજ્યમાં માત્ર મર્યાદિત સંખ્યા માં લોકો હાજર રહી હોળી પૂજા વિધિ માટે પ્રગટાવી શકાશે પરંતુ જાહેર કે નાના મોટા રંગોત્સવના કાર્યક્રમોને મંજૂરી આપવામાં નહીં આવે.
આ ઉપરાંત રાજ્યમાં ધૂળેટીની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મુખ્યમંત્રી સાથેની કોર કમિટીની મીટિંગમાં નિર્ણય કરાયો હતો. ધાર્મિક ઉજવણીની હોળી દહન માટે મર્યાદિત રીતે લોકો એકત્રિત થાય તેની છૂટ આપવામાં આવી છે. પરંતુ હોળી રમવાની છૂટ આપવામાં નથી. મને વિશ્વાસ છે કે રાજ્યના નાગરિકો જાગૃત છે એટલે કોઈ પણ વ્યક્તિ કોરોનાનું સંક્રમણ ન થાય એટલે હોળી રમશે નહીં. ધાર્મિક રીતે હોળી દહનની મંજૂરી આપવામાં આવી છે. તેનું બધા પાલન કરશે.
આમ નીતિન ભાઈ પટેલ કહે છે કે ભીડ એકત્ર થશે તો કોરોના વકરે તેમ હોય તહેવારો મનાવી શકાશે નહીં.