મોગલ માંનું જન્મસ્થળ મોગલ માંનો ઈતિહાસ..!! લોકો એવું માનતા હતા કે મોગલ મુંગા છે પરંતુ તેમની શક્તિનો કોઈને ખ્યાલ ન હતો…

મોગલમાં એટલે એવી આઈ કે જે માત્ર કોઈ એક સમાજ નહીં પરંતુ અઢારે વરણની આઈ છે તો આવા આઈશ્રી મોગલ માંનો ઈતિહાસ સાડા તેરસો વર્ષ જુનો છે. મોગલ માંના પિતા એટલે ‘દેવસુર ધાંધણીયા’ અને માતા એટલે ‘રાણબાઈ માં’ ભીમરાણાએ આઈનું જન્મ સ્થળ છે.

માતાજીનો જન્મ થયો ત્યારે માં બોલતા ન હતા. તમામ લોકો એવું માનતા હતા કે મોગલ મુંગા છે પરંતુ તેમની શકિતનો કોઈને ખ્યાલ ન હતો. મોગલ માંના લગ્ન ૪૦ વર્ષની ઉંમરે થયેલા. માં મોગલનું સાસરું એટલે જુનગાઢના ભેંસાણ તાલુકાનું ગોરવયાળી ગામ માતાજી તેના ફઈના દિકરા સાથે પરણેલા. ગઢવી સમાજની એક પ્રથા છે કે ફઈ પાછળ ભત્રીજી જાય છે એટલે કે ફઈના દિકરા સાથે દિકરીના લગ્ન કરવામાં આવે છે.

માતાજી ગાડા, ધોડા પર માંની જાન આવી હતી. માંને કામમાં ૧૫ જેટલી ગાયો આપી, ભેંસો આપી સાથો સાથ એ સમય દિકરીની સાથે કામ કરવા બીજી કોઈ છોકરીને મોકલતા તો એ સમયે આઈ વાંજીને માતાજીની સેવા કરવા માટે મોકલ્યા. માંના લગ્ન એ સમય અખાત્રીજના થયા.

પહેલાના સમયમાં અખાત્રીજને શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવતું હતું. માતાજીની જાન પ્રસ્થાન થઈ એટલે રસ્તામાં ચારણ માતાજીને ઘણા સવાલ પુછયા પરંતુ મોગલ માં કંઈ બોલ્યા નહીં એટલે ચારણે વાંજીને પ્રશ્નો પુછયા તેથી વાંજી ચારણ સાથે વાતચીત કરવા માંડી અને તમામ પરીચય પણ આપ્યો. આમ વાતો કરતા કરતા મન આગળ વધી અને આજથી સાડા તેરસો વર્ષ પહેલા મંત્ર યુગ હતો.

વાંજીએ ચારણને કીધું કે ‘બાપુ હું કઈક જાણું છું’ એટલે કવિરાજ બોલ્યા, બેટા તું શું જાણસ ? ત્યારે વાંજીએ અળદના દાણા લઈ ઘા કર્યો અને કહ્યું જો એટલે જળબંબાકાર જેમ નહીં તુટી ગઈ હોય અને હળહળાટ પાણી આવતું હોય તેમ જાનૈયા કપડા ઉંચા પકડી દુધમાં ઢફળ ઢફળ હાલવા માંડયા અને સાથો સાથ મોગલમાં પણ હાલવા માંડયા. જેથી લોકોને થયું કે આમાં લાંબી બુદ્ધિ નથી. નકકર આવું ન કરે.

આ પરચો વાંજીએ દેખાડયો અને અળદના દાણા નાખી જંગલ પણ વાંજીએ સળગાવ્યું. આમ આગળ વધતા ગયા અને ગામનું પાદર આવ્યું એટલે ઉતારા નાખ્યા અને બેઠા. ત્યારે મોગલ માંના સાસરા પક્ષે સામૈયાની તૈયારી કરી ઢોલ-નગારા લઈને આવ્યા.

પહેલાનાં સમયમાં એવો નિયમ હતો કે ‘દસૈયુ’ ન્હાયા પછી જ કોઈ નવોઢા તેના કપડા બદલી શકે પરંતુ મોગલ માંએ તે કપડા તો પહેલા જ બદલી નાખ્યા હતા. ઉપરાંત ચારણને મનમાં એક વિચાર આવ્યો કે તેમણે વાંજીને કોઈપણ પ્રકારની સાબાસી ન આપી એટલે વાંજીની બાજુમાં જઈ કવિરાજ બોલ્યા કે ‘સાબાસ વાંજી, તું તો કામની બાઈ લાગશ’ એટલું બોલી ઉંચો હાથ કરી વાંજીની તાળી લીધી અને ચારણોનાં રીત-રીવાજ અનુસાર પરનારીની તાળી ન લેવાય તોય ચારણે તાળી લીધી અને આ તાળીનો પટાકો પડતા મોગલ માંનો ભ્રમર ફર્યા અને માંએ સામે નજર કરી કહ્યું, ‘એ ચારણ, આ તો આપણી બેન દિકરી કેવાય એની હારે તે હાથ તાળી લીધી, શરમ નથી આવતી’ ઉપરાંત કહ્યું કે આઈ માંને જિંદગી પણ તેની જ સાથે કાઢવાની હતી.

લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને હાહાકાર મચી ગયો કે મુંગી આઈ બોલી અને ત્યારે માં કોપાયમાન થયા, માના વાળ ઉંચા થઈ ગયા અને મહાકાળીરૂપ ધારણ કર્યું.

મોગલનું આ મહાકાળીરૂપનું દર્શન કરી લોકોમાં હાહાકાર મચી ગયો. માને પગે લાગવા માંડયા પરંતુ માતાજીનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું તેની કોઈને જાણ ન હતી. આ સમયે માં મોગલે ધરતીને અરજ કરી મને તારામાં સંભાળી દે અને ધરતી ફાટવા માંડી પરણેતરના કપડા પહેરેલા અને મોગલ ધીમે-ધીમે ધરતીમાં સમાવવા લાગ્યા. વાંજીના મનમાં સંકોચ થવા લાગ્યો કે એક તાળીનાં કારણે માએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. લોકોને ખબર પડશે તો જીવવું મુશ્કેલ થઈ જશે. વાંજી આવીને દોડીને આઈના પગમાં પડી અને બોલ્યા કે ‘તાર તોય મારી તું ને માર તોય મારી તું’ એટલે માંએ દયા ખાઈ વાંજીને ખોળામાં લીઘી તો આ કારણે વાંજી આજે પણ ભીમરાણા મોગલ માં સ્થાયે સ્થાપિત છે અને હાલ પણ ભીમરાણાના ફળામાં મેલડી માં, સિકોતેર માં, આઈ વાંજી, વચ્છરાજ સોલંકી અને વીર કે જે ક્ષેત્રપાળ છે.

મોગલ માં ગોરવીયાળીની ધરતીમાં સમાઈ ગયા અને હાલ મોગલ પણ ગોરવી મોગલ તરીકે ઓળખાય છે. ધરતીમાં સમાતા સમયે મોગલ માંના શબ્દો હતા કે, ‘ બાપ ચારણો માટે હરહંમેશ આશીર્વાદ રહેવાના અને નવ લાખ લોબળીયાળીને જન્મ માટે ચારણનો જ ખોળો જોઈએ અન્ય કુળમાં આઈ નો અવતરે’. નવ લાખ લોબળીયાળીમાંથી મોગલે મહાકાળીમાંથી અવતરેલ છે.

ઉપરાંત આઈએ જણાવ્યું કે, ધરતીમાં સમાતા સમયે જે પરણેતરનો પોષાક પહેર્યો હતો. આઈ બોલ્યા કે આ પોષાક પહેર્યો છે તેના કારણે એમનો જે પરીવાર છે તે દર ત્રણ વર્ષે માંને આ પોષાક પહેરાવે એટલા માટે મોગલ માંનો તરવાળો રાતના ૧૨ વાગ્યે પહેરાય છે અને એ વખતે માંનો ભુવો હોય તે છાબને અડી અને ધાબળી લેવા જાય એટલે સેકન્ડ વારમાં આકાશમાંથી માં મોગલનું કિરણ આવી અને જે સમાજ બેઠો હોય તેના પર પડે અને લોકોમાં કોટીના પાપ નષ્ટ થાય તેવા મોગલ માંના આશીર્વાદ છે. આમ છાબને અડવા માં મોગલ આવે અને ત્રણ વર્ષે આઈને વસ્ત્રો ચડાવવામાં આવે તેનું નામ તરવાળો.

નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.