સુરત આઈસોલેશન સેન્ટરના પરદા પાછળનો હિરો..!! આ વ્યક્તિએ છેલ્લા 39 દિવસ સેન્ટર પર 24 કલાક ઓક્સિજનની અછત થવા દીધી નહીં..!!

સુરતમાં કોરોના મહામારીની બીજી વેવમાં કોરોના સંક્રમણ વધુ હોવાથી સુરતની વિવિધ 52 સંસ્થાઓનું મહા સંગઠન “સેવા” દ્વારા અલગ અલગ વિસ્તારોમાં આઈસોલેશન સેન્ટર ઉભા કર્યા હતા. જ્યાં ઓક્સિજન સાથેના બેડ, દવા અને અન્ય તમામ સુવિધાઓ સાથે કોઈ પણ ચાર્જ લીધા વિના દર્દી નારાયણની સેવા કરવામાં આવતી હતી. જેમાં દરેક સંસ્થાઓના સ્વયંસેવકો, MD ડોક્ટરશ્રીઓ સેવા માટે આવતા હતા.

બીજી વેવમાં કોરોનાનુ સંક્રમણમાં પિક પર હતુ, હોસ્પિટલમા બેડ નહોતા મળતા અને ઓક્સિજન બોટલની અછત હતી, સુરત શહેરની નામાંકિત હોસ્પિટલો પણ ઓક્સિજન બોટલ મેનેજ નહોતી કરી શકતી અને દર્દીને એડમિટ કરવા હોય તો ઓક્સિજન બોટલની વ્યવસ્થા તેમના પરિવારજનોએ કરવી પડશે એવી ચોખ્ખી ચોખવટ કરીને જ દર્દીને એડમિટ કરતા હતા. ત્યારે તમામ આઇસોલેશન સેન્ટરમાં ઓક્સીજનના જથ્થાને પહોચી વળવા જે યુવાને સતત જહેમત કરી તેની નોંધ અવશ્ય લેવી જ પડે.

કોરોનાનાં કપરા સમયમા પણ સતત 39 દિવસ સુધી “સેવા” ના તમામ આઇસોલેશન સેન્ટર માટે પ્રાણવાયુ (ઓક્સિજન બોટલ) ની અછત સર્જાવા દીધી નહિ અને તમે ઓક્સિજન બોટલના લીધે કોઈ દર્દીને આઇસોલેશન સેન્ટર પરથી પરત મોકલતા નહિ ઓક્સિજનની વ્યવસ્થા હું ગમે ત્યાંથી કરી આપીશ અને આ કમિટમેન્ટને નિભાવી જનાર અને 24 કલાકમાંથી ગમે ત્યારે કોલ કરો એક જ રીંગે કોલ ઉપડે આમ તો એ દિવસો દરમ્યાન બે કે ત્રણ કલાકની ઊંઘ માંડ કરતા હશે આવા નિષ્ઠાવાન અને કર્મશીલ વ્યક્તિ Patel Ajay ભાઈની મહેનતને લાખ લાખ વંદન કરીએ છીએ.

હાલમાં સુરતમાં કોરોના કાબુમાં આવ્યો તેની પાછળ નો શ્રેય આ આઇસોલેશન સેન્ટર ચલાવનાર સેવા સંસ્થાઓને જ જાય છે.

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *