અહીં છે હનુમાનજીનું ચમત્કારિક મંદિર..!! આજ સુધી એક પણ વ્યક્તિ અહીં Corona સંક્રમિત નથી થયું..!!

પ્રખ્યાત સંકટ મોચન હનુમાનજી મધ્ય પ્રદેશના ભોપાલમાં અહીં વિશાળ પીપળના ઝાડની નીચે દક્ષિણ મુખી બીરાજમાન છે. હનુમાનજી રોગોથી દુર રાખતા હોવાનું માનવામાં આવે છે. હનુમાન જી શિસ્તબદ્ધ જીવનશૈલીને પસંદ કરે છે, શિસ્તબદ્ધ જીવનશૈલી જીવે છે અને હનુમાન જીની ઉપાસના કરે છે તેવા ભક્તો પર ભગવાન હનુમાન ખૂબ પ્રસન્ન થાય છે.

હનુમાન ભક્તો સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. હનુમાન ચાલીસામાં પણ કહેવામાં આવ્યું છે, ‘નાસે રોગ હરે સબ, જો સુમિરે હનુમંત બલબીરા’. આ પંક્તિ કોરોના મહામારીના સમયગાળામાં અહીં સાચી સાબિત થઈ જોવા મળી રહી છે. 200થી વધુ વર્ષો જુના છિંદધામના મંદિરે દર્શન કરવા લોકો દૂર-દૂરથી આવે છે. આ મંદિરનો શું છે મહિમા?

મધ્ય પ્રદેશની રાજધાની, ભોપાલની નજીક રાયસેન જિલ્લાના બરેલી વિસ્તારના છિંદ ગામમાં એક પ્રખ્યાત હનુમાન મંદિર છે. હનુમાનજીએ અહીં એવી કૃપા કરી છે કે, આ ગામમાં હજી સુધી કોરોના સંક્રમણનો એક પણ કેસ આવ્યો નથી. મહત્વની વાત એ છે કે, આજુ બાજુ તમામ શહેરો-ગામડાઓમાં ગલી-ગલીએ સંક્રમણ ફેલાયેલું છે, પરંતુ છિંદ વાલે દાદાજીની કૃપાથી આજ દિન સુધી એક પણ વ્યક્તિ અહીં સંક્રમિત નથી થયો. દેશભરમાંથી લાખો ભક્તો પોતાની મનોકામના સાથે અહીં આવે છે. ખાસ કરીને મંગળવાર અને શનિવારે સવારે ચાર વાગ્યાથી ભક્તોની લાઈન લાગી જાય છે.

હનુમાન જન્મોત્સવ નિમિત્તે દર વર્ષે અહીં વિશેષ કાર્યક્રમો યોજવામાં આવે છે. આ વખતે સંક્રમણના કારણે પ્રવેશ બંધ છે. લોકો પરિવાર અને મિત્રો સાથે આવે છે. તેઓ પ્રાર્થના અને પૂજા અર્ચના કરે છે. ઘણા ભક્તો ભંડારાનું આયોજન કરી પ્રસાદીનું વિતરણ પણ કરે છે. અહીં ભજન, કીર્તન દિવસ-રાત યોજવામાં આવે છે અને આ વિસ્તારમાં મેળો પણ ભરાય છે. આ મંદિર લગભગ 200 વર્ષ જૂનું છે.

હનુમાન જીની પ્રાચીન પ્રતિમા વિષે કહેવામાં આવે છે કે, આ દુર્લભ પ્રતિમા જે સ્થળે સ્થપાઇ હતી, ત્યાં અગાઉ ખેતીની જમીન હતી. આ જમીનના માલિકને ખેતરમાં કામ કરતી વખતે બજરંગબલીની પ્રતિમા મળી હતી. તે પછી ખેડૂતે તે જ જગ્યાએ એક નાનો મઢિયો બનાવ્યો અને હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરી. તે દિવસથી અહીં પૂજા-અર્ચના શરૂ થઈ અને છિંદધામની મહિમા ચારે બાજુ વધતી ગઈ. અને લાખોની સંખ્યામાં ભક્તોની અવર-જવર શરૂ થઈ ગઈ.

આ ગામમાં એક પણ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત નથી થયો…

અહીંના સ્થાનિક રહીશ દિગપાલસિંહ પટેલે જણાવ્યું હતું કે, આ ગામમાં હજી સુધી કોરોના વાયરસનો ચેપ ફેલાયો નથી. એક પણ વ્યક્તિને ચેપ લાગ્યો નથી. દાદાજી મહારાજ ખુશ રહે અને, તમામ ગામ અને શહેર આ મહામારીમાંથી બહાર આવી જાય.

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.