છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં પ્રી મોંનસુન વરસાદ થઈ રહ્યો છે. હવે ગુજરાતમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ છે. દક્ષિણ ગુજરાતમાંથી મેઘરાજાએ વિધિવત એન્ટ્રી કરી છે. જોકે ચાલુ વર્ષ ચોમાસુ સામાન્ય દિવસ વહેલું આવી ગયું છે.
ભારત મૌસમ વિભાગ દ્વારા 40 વર્ષના ડેટા અભ્યાસ બાદ પૂર્વાનુમાન લગાવ્યું હતું કે, ગુજરાત ચોમાસાનું સત્તાવાર 21 જૂનના આગમન થશે. પરંતુ જે રીતે સિસ્ટમ સક્રિય થઈ રહી છે, અને કેરળમાં ચોમાસુ શરૂ થયા બાદ ઝડપથી આગળ વધી રહ્યું હતું. જેના કારણે ગુજરાતમાં ચોમાસાનું આગમન વહેલું થયું છે.
જોકે ગુજરાતમાં વિધિવત ચોમાસાનો વરસાદ આવે તે પહેલા જ પ્રી મોંનસુનનો સારો વરસાદ થયો છે. હવામાન વિભાગના ઇન્ચાર્જ ડાયરેક્ટ મનોરમાં મોહન્તિએ જણાવયુ હતું કે, ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ચોમાસુ સુરત ઉપરથી ક્રોસ થયું છે.

ચાલુ વર્ષે પેટન બદલાતી જોવા મળી. જૂન મહિનામાં થન્ડરસ્ટોમ એક્ટિવિટી વધુ જોવા મળી, અને જેના કારણે રાજ્યમાં વરસાદ પણ થયો. જે ખેડૂતો માટે ફાયદોકારક રહશે.
ચોમાસુની એક્ટિવિટી સાથે સાથે બે વાવાઝોડા પણ સર્જાય હતા. તેમ છતાં પણ ચોમાસા માટે પરિસ્થિતિ સાનુકૂળ રહી છે, અને ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે.હવામાન વિભાગના ઇન્ચાર્જ ડાયરેક્ટ મનોરમ મોહન્તિએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિધિવત ચોમાસાનું આગમન થઈ ગયું છે, અને સાકલોનીક સર્ક્યુલેશનના કારણે આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહશે. ભારે વરસાદની આગાહી કરી છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આજે અમદાવાદ અને ગાંધીનગર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.