ગુજરાત રાજયમાં આગામી 24 કલાકની હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી છે. ભારે વરસાદને લઈ માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે. આ વરસાદના રાઉન્ડ પછી આગામી સાતમી સપ્ટેમ્બરે પણ ફરીથી વરસાદની અન્ય એક સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 13 તાલુકાઓમાં હજુ બેથી પાંચ ઈંચ જેટલો જ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 24 કલાકમાં કચ્છ, જામનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતાઓ છે. અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.
ગત 24 કલાકમાં અંજારમાં 7 ઇંચ આજ સવારના 6 વાગ્યા સુધીમાં 24 કલાક દરમિયાન સૌથી વધુ અંજારમાં 7 (166મિમી) ઇંચ, ગાંધીધામ 3 ઇંચ (82 મિમી), નખત્રાણા 6 મિમી, ભચાઉ પોણા 2 ઇંચ(42 મિમી), ભુજ 2 ઇંચ(51મિમી), મુન્દ્રા સવા 3 ઇંચ (84 મિમી), માંડવી 2 ઇંચ (52 મિમી), રાપર 9 મિમી, અને સૌથી ઓછો છેવાડાના લખપતમાં 3 મિમી વરસાદ નોંધાયો હતો.
આગામી સાતમી સપ્ટેમ્બરે પણ ફરીથી વરસાદની અન્ય એક સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 13 તાલુકાઓમાં હજુ બેથી પાંચ ઈંચ જેટલો જ વરસાદ નોંધાયો છે.
નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…