શું RBIએ google payને બેન કરી દીધું છે,જાણો શું છે હકીકત..

નેશનલ પેમેન્ટ્સ કૉરપોરેશન ઓફ ઇન્ડિયાએ ગૂગલ પેને લઇને સોશિયલ મીડિયામાં કરવામાં આવતા તમામ દાવાને ફગાવ્યા છે. સોશિયલ મીડિયામાં તેવો દાવો કરવામાં આવી રહ્યો છે કે RBIના પેમેન્ટ એપે ગૂગલ પેને બેન કરી દીધું છે. ગૂગલ પેએ એક નિવેદન જાહેર કરીને આ અંગે સ્પષ્ટતા આપી છે.

તેણે કહ્યું કે Google પે ભારતમાં અધિકૃત છે અને તે દેશની અન્ય કોઇ પણ માન્યતાને પ્રાપ્ત UPI એપ હેઠળ કાનૂની છે.કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે અમે સોશિયલ મીડિયામાં ચાલી રહેલી આ વાતો જોઇ. જે કહે છે કે Google Pay દ્વારા પૈસા ટ્રાંસફર કરવા કાનૂન દ્વારા સંરક્ષિત નથી. કારણ કે આ એપ અનધિકૃત છે. અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે ગૂગલ પે થર્ડ પાર્ટી એપ પ્રોવાઇડર જેવું છે. જે બીજાને જેમ બેંકિંગ પાર્ટનર્સ અને એનપીસીઆઇના યુપીઆઇ ઓપરેશનને આધીન યૂપીઆઇ પેમેન્ટ સર્વિસ પણ આપે છે. કોઇ પણ અધિકૃત ટીપીએપીનો ઉપયોગ કરીને તમામ લેવડદેવડની કરવાની આ પ્રક્રિયા પૂરી રીતે સુરક્ષિત છે.

આ રહેલા ગૂગલ પેએ બુધવારે કહ્યું કે ભારતીય રિઝર્વ બેંક અને ભારતીય રાષ્ટ્રીય ભુગતાન નિગમના દિશાનિર્દેશો હેઠળ નિર્ધારિત પ્રક્રિયા દ્વારા આ પ્લેટફોર્મના માધ્યમથી કરવામાં આવતા તમામ લેવડ દેવડ પૂર્ણ રીતે સુરક્ષિત છે.ગૂગલના એક પ્રવક્તાએ કહ્યું કે Google પે પ્લેટફોર્મથી પૈસા ટ્રાંસફર કરતી વખતે જો કોઇ મુશ્કેલી આવે છે તો તેનું સમાધાન કાનૂન દ્વારા નથી કરી શકાતું. કારણ કે એપ અનધિકૃત છે. પણ આ વાત ખોટી છે અને આ વાતની ખરાઇ એનપીસીઆઇની વેબસાઇટ પર વેરીફાઇ કરી શકાય છે. ગૂગલના પ્રવક્તા કહ્યું કે આરબીઆઇ આ હેઠળ કોઇ વાત અદાલતની સુનવણીમાં નથી કહી.

આ મહિનાની શરૂઆતમાં આરબીઆઇની દિલ્હી હાઇકોર્ટે જણાવ્યું કે ગૂગલ પે એક તૃતીય પક્ષ એપ પ્રોવાઇડર છે જે કોઇ પણ ચૂકવણી પ્રણાલીને સંચાલિત નથી કરતું. સાથે જ આરબીઆઇના મુખ્ય ન્યાયાધીશ ડી.એન પટેલ અને ન્યાયમૂર્તિ પ્રતીક જાલાને પણ કહ્યું કે તેનું સંચાલન 2007ની ચૂકવણી અને સમાધાન વ્યવસ્થા કાયદાનું ઉલ્લંઘન નથી.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *