હાર્દિક પટેલના ખાસ આ કોંગીના ગઢમા કોંગ્રેસ નો સફાયો ધોરાજી તા.પં. પર ભાજપનો વિજય…

રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠક પર 63.30 ટકા મતદાન થયું છે. જ્યારે જિલ્લાની 11 તાલુકા પંચાયતની 197 બેઠક પર 63.65 ટકા મતદાન નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષની સરખામણીએ 3.34 ટકા ઓછું મતદાન થયું છે. ગોંડલ નગરપાલિકાની 39 બેઠક પર 53.18 ટકા મતદાન થયું છે.

આજે 8 સ્થળ પર મત ગણતરી થઇ રહી છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પોતાનો ગઢ સાચવી શક્યા નથી. જસદણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને 10 અને ભાજપને 6 બેઠક મળી છે. જ્યારે વીંછિયામાં 14 કોંગ્રેસને અને ભાજપને 4 બેઠક મળી છે.

રાજકોટ જિલ્લા પંચાયતમાં વર્ષ 2010માં 63.23 ટકા મતદાન થયું હતું, જ્યારે વર્ષ 2015માં 66.64 ટકા મતદાન થયું હતું. બીજી તરફ રાજકોટ તાલુકા પંચાયતની ચૂંટણીમાં વર્ષ 2015માં 67.65 ટકા મતદાન નોંધાયું હતું. આ વર્ષે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં બન્ને પક્ષે 50 ટકાથી વધુ નવા ચહેરાઓને તક આપી છે.

ત્યારે ભાજપ દ્વારા તમામ 36 બેઠક પર જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે અને કોંગ્રેસ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ ફરી સત્તા પર આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં 2015માં ભાજપને માત્ર બે અને કોંગ્રેસને 34 બેઠક મળી હતી.

રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકમાં 2015માં ભાજપને માત્ર 2 અને કોંગ્રેસને 34 બેઠક મળી હતી. ગોંડલ નગરપાલિકાની 44 બેઠક પર 5 બેઠક બિનહરિફ જાહેર થતા ભાજપને ફાળે ગઇ છે.

જ્યારે 2015માં 29 બેઠક ભાજપ અને 14 બેઠક રાષ્ટ્ર વિકાસ ઝુંબેશ પાર્ટીને મળી હતી. કોંગ્રેસને માત્ર એક બેઠક મળી હતી. રાજકોટ 11 તાલુકા પંચાયતની 197 બેઠકમાં 2015માં ભાજપને 47 અને કોંગ્રેસને 143 મળી હતી. જ્યારે 7 બેઠક અન્યને મળી હતી

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.