બોલીવુડ અભિનેત્રી ગીતા બસરા અને ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી હરભજન સિંહના ઘરે ખુશીઓ આવી ગઈ છે. ગીતાએ એક પુત્રને જન્મ આપ્યો છે. હરભજનસિંહે સોશિયલ મીડિયા પર ચાહકોને આ માહિતી આપી છે. માર્ચમાં, આ દંપતીએ કહ્યું હતું કે જુલાઈમાં તેમના ઘરે મહેમાન આવી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર ખુશખબર શેર કરનારા હરભજનસિંહે ટ્વિટર પર લખ્યું, ‘પુત્રના રૂપમાં તેમને આશીર્વાદ આપવા બદલ ભગવાનનો આભાર માનું છું. માતા અને બાળક બંને બરાબર છે. તમારો આભાર ‘. બંનેને ચાહકો અને સ્ટાર્સ તરફથી શુભેચ્છાઓ મળી રહી છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, ગીતા બસરા બીજી વખત માતા બની છે. હરભજન સિંહે જણાવ્યું છે કે તેમનો પરિવાર તેમના પુત્રના જન્મ સાથે સંપૂર્ણ છે. આ પહેલા હરભજન સિંહ અને ગીતા બસરાની એક દીકરી હિનાયા નામની છે. હિનાયાનો જન્મ 2016 માં થયો હતો.
તાજેતરમાં ગીતા બરસાએ ખૂબ ધામધૂમથી બેબી શાવર કરેલ, જેની તસ્વીરો સોશ્યલ પર વાયરલ થઈ હતી. ગીતા બ્લુ ડ્રેસમાં ખૂબસુરત લાગી રહી હતી અને તેના ચહેરા પર બેબી ગ્લો અને ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી.
View this post on Instagram
વર્ષ 2015 માં ગીતા બસરાએ ટીમ ઈન્ડિયાના સ્પિન બોલર હરભજન સિંહ સાથે લગ્ન કર્યા. એવું કહેવામાં આવે છે કે બંનેએ એકબીજાને 3 વર્ષથી વધુ સમય સુધી ડેટ કરી હતી. હરભજન સાથે લગ્ન કર્યા પછી, ગીતા ઈન્ડસ્ટ્રીથી સંપૂર્ણ દૂર થઈ ગઈ. હવે તે ન તો કોઈ કાર્યક્રમમાં જોવા મળી છે, ન કોઈ એવોર્ડ ફંક્શનમાં, ન તો પાર્ટીમાં અને ન ફિલ્મોમાં.
ગીતા સોશિયલ મીડિયા પર ખૂબ ફેમસ છે. તે દરરોજ તેની પુત્રી અને પતિ સાથે તસવીરો શેર કરતી રહે છે. ફિલ્મોથી દૂર, ગીતા તેની પર્સનલ લાઈફને ખૂબ એન્જોય કરી રહી છે.
નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…