અમદાવાદના હાટકેશ્વર ભાઈપુર વોર્ડના વર્તમાન કોર્પોરેટર ગ્યાપસાદ કનોજિયાનું કોરોના થી મોત..

કોરોના વાયરસે અમદાવાદ શહેર સહિત ગુજરાતમાં કહેર વરસાવ્યો છે. ત્યારે સામાન્ય જનતા તો કોરોનાનો ભોગ બની રહી છે પરંતુ રાજકીય નેતાઓ અને કોરોના વોરિયર્સ પણ કોરોનાને ઝપેટે ચડે છે.

અનેક લોકો કોરોના વાયરસના કારણે રોજે રોજ મોતને ભેટે છે ત્યારે વધુ એક માંઠા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના ભાજપના વતર્માન કોરપોરેટરનું પણ કોરોના વાયરસના કારણે મોત નીપજ્યું છે.

અમદાવાદના હાટકેશ્વરના ભાઈપુર વોર્ડના ત્રણ ટર્મથી વિજેતા બનીને સેવા રહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના વર્તમાન કોર્પોરેટર ગ્યાપસાદ કનોજિયાનું એસવીપી હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

કોરોનાના કહેરની વચ્ચે લોકસેવામાં સતત કાર્યરત રહેતા કોર્પોરેટરને સપ્તાહ પહેલા સાથી કોર્પોરેટર મહેશ પટેલે અચાનક તબિયત લથડતા એસવીપીમાં દશેક દિવસ પહેલા સારવાર માટે આઈસીયુમાં દાખલ કરાવ્યા હતા. જોકે, આજે તેમણે એસવીપી હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.

અમદાવાદ શહરેમાં 13 જૂનની સાંજથી 14 જૂનની સાંજ સુધીમાં કોરોનાના વધુ 334 કેસ નોંધાયા છે, જ્યારે 22 દર્દીઓના મોત થયા છે. 224 દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે હાલ રાજ્યમાં કુલ 5779 એક્ટિવ કેસ છે. જેમાંથી 66 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1478 થયો છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.