ગુજરાત : છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 681 નવા કેસ નોંધાયા તેમજ 19 દર્દીના મોત..

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 681 નવા કેસ નોંધાયા છે.જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 19 દર્દીના મોત થયા છે. 24 કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં 227 કેસ નોંધાયા છે.

રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરત જિલ્લામાં 227, અમદાવાદ જિલ્લામાં 211, વડોદરામાં 57, રાજકોટમાં 26, ભાવનગરમાં 14, જુનાગઢમાં 13, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં 12-12, જામનગરમાં 11, ભરુચ અને પાટણમાં 10-10 કેસ સહિત 681 કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોનાના કારણે 19 દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 7, સુરતમાં 4, વડોદરામાં 2 જ્યારે જૂનાગઢ, મહેસાણા, પાટણ, ખેડા, વલસાડ અને સુરેન્દ્રનગરમાં 1-1 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1888 થયો છે અમદાવાદમાં 261, સુરતમાં 205, વડોદરામાં 103, ભરૂચમાં 14 સહિત કુલ 563 દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યારે કુલ 7510 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 68 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 7442 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 24,601દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *