રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 562 નવા કેસ નોંધાયા છે.જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે રાજ્યમાં 21 લોકોના નિધન થયા છે.જ્યારે 560 દર્દીઓ સાજા થયા છે.સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 132 નવા કેસ નોંધાયા છે.જયારે અમદાવાદમાં 314 કેસ નોંધાયા છે.
અત્યારસુધીમાં રાજ્યમાં 27780 લોકો કોરોના ઝપટમાં આવી ગયા છે જ્યારે કુલ 1685 લોકોના મૃત્યુ થયા છે.
રાજ્યમાં અમદાવાદમાં 314 કેસ, સુરતમાં 132, વડોદરામાં 44, જામનગરમાં 10, ગાંધીનગરમાં 7, જૂનાગઢમાં 7, નર્મદા 7, આણંદ 6, ભરૂચ 5, મેહસાણા 4, ભાવનગર 3, પાટણ 3, ખેડા 3, મહીસાગર 2, સાબરકાંઠા3 2, બોટાદમાં 2, ગીર સોમનાથમાં 2, વલસાડમાં 2, અમરેલીમાં 2, બનાસકાંઠા, પંચમહાલ, રાજકોટ, કચ્છ, સુરેન્ગ્રનગર, નવસારીમાં 1-1 નોંધાયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 6278 કેસ એક્ટિવ છે. આ પૈકીમાં 67 લોકો વેન્ટિલેટર પર છે.જ્યારે 6211 લોકો સ્ટેબલ છે.રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 1685 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે અત્યારસુધીમાં કુલ 27780 લોકો સંક્રમિત થયા છે.
રાજ્યમાં અત્યારસુધીમાં 19917 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.જ્યારે છેલ્લા 24 કલાકમાં 560 લોકો દર્દી ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ 401,સુરતમાં 63, વડોદરામાં 51, મહેસાણામાં 8, આણંદ 6, અરવલ્લી 4, ગાંધીનગરમાં 4, કચ્છમાં 4, ખેડામાં 3, પંચમહાલ 3, પાટણમાં 3, નર્મદા 2, સાબરકાંઠામાં 2, અમરેલી 1, મહીસાગર 1, નવસારી 1, રાજકોટ 1, વલસાડમાં 1 દર્દી છૂટા થયા છે.