ગુજરાત : છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 524 કેસ નોંધાયા તેમજ 28 દર્દીના મોત..

આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 524 કેસ નોંધાયા છે. કોરોનાના આ કેસમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લાના છે. અમદાવાદ જિલ્લામાં 332 નવા કેસ નોંધાયા છે. કોરોનાના કારણે 24 કલાકમાં 28ના મોત પણ થયા છે. સરકારે આપેલા આંકડા મુજબ 24 કલાકમાં 418 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

રાજ્યમાં અમદાવાદમાં 332, સુરતમાં 71, વડોદરામાં 41, ગાંધીનગરમાં 22, રાજકોટમાં 10, પંચમહાલમાં 5, ભરૂચમાં 6, અરવલ્લીમાં 4, અમરેલીમાં 4, મહેસાણામાં 3, પાટણ, કચ્છમાં, જામનગર, સુરેન્દ્રનગરમાં 3, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, ખેડામાં 2-2 કેસ નોંધાયા છે. જ્યારે બોટાદ, દેવભૂમિ દ્વારકા, મોરબીમાં 1-1 નોંધાયો છે.

રાજ્યમાં હાલમાં કુલ 6004 કેસ એક્ટિવ છે. આ પૈકીના 64 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે બાકીના 5940 દર્દીઓ સ્ટેબલ છે. આજદિન સુધીમાં રાજ્યમાં 17090 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાના કારણે મૃત્યુનો આંકડો 1534 પર પહોંચ્યો છે.

તેમજ છેલ્લા 24 કલાકમાં 28 દર્દીના નિધન થયા છે. જેમાં 21 દર્દી સુરતના, વડોદરા અને સાબરકાંઠાના 2-2 અને પંચમહાલના એક દર્દીનું મોત નીપજ્યું છે.

અત્યારસુધીમાં રાજ્યમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા 24268 પર પહોંચી છે. આ દર્દીઓમાંથી 17090 દર્દીઓ સાજા થયા છે.

અમદાવાદ જિલ્લો કોરાનોનો મુખ્ય હોટસ્પોટ છે. અહીંયા આજદિન સુધી 17299 કેસ નોંધાયા છે, જેમાંથી 12057 દર્દી રિકવર થયા છે જ્યારે 1231 દર્દીના દુખદ મોત થયા છે.

જ્યારે સુરતમાં આજદિન સુધી 2714 કેસ નોંધાયા છે જ્યારે 1967 રિકવર થયા છે અને 112 દર્દીના દુખદ મોત થયા છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *