ગુજરાત : છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 520 નવા કેસ નોંધાયા તેમજ 27 દર્દીના મોત…

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 520 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 27 દર્દીના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 330 કેસ નોંધાયા છે.

રાજ્યમાં અમદાવાદમાં 330, સુરતમાં 65, વડોદરામાં 44, ગાંધીનગરમાં 16, ભરૂચમાં 7, જામનગરમાં 6, જૂનાગઢમાં 5, ભાવનગર, રાજકોટ, આણંદ, પાટણ, ખેડામાં 4-4, ગીર સોમનાથ, મહેસાણામાં 3-3, બનાસકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલીમાં 2-2, જ્યારે મહીસાગર, સાબરકાંઠા, બોટાદ, દાહોદ, નવસારી, નર્મદા અને મોરબીમાં 1-1 અને અન્ય રાજ્યમાં 4 કેસ નોંધાયા છે.

રાજ્યમાં 27 દર્દીના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદમાં 22, વડોદરાના 2, આણંદ, ભરુચ અને ગાંધીનગરમાં 1-1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1561 થયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 348 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાંથી અમદાવાદમાં 223, સુરતમાં 64, વડોદરામાં 24 બનાસકાંઠામાં 10, જામનગર, કચ્છ અને વલસાડમાં 4-4, આણંદ અને પંચમહાલમાં 3-3, ભાવનગર અને નવસારીમાં 2-2, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર, ખેડા અને પાટણમાં 1-1 દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.