ગુજરાત : છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 514 નવા કેસ નોંધાયા તેમજ 28 દર્દીના મોત..

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 514 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 24104 કેસ થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 28 દર્દીના મોત થયા છે.જેમાં અમદાવાદમાં 23, સુરતમાં 4 અને અમરેલીમાં 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1506 થયો છે.

રાજ્યમાં નવા નોંધાયેલા 514 કેસમાં અમદાવાદમાં 327, સુરતમાં 64, વડોદરામાં 44, ગાંધીનગરમાં 15, જામનગર, ભરૂચમાં 9-9, રાજકોટમાં 8, પંચમહાલમાં 7, સાબરકાઠા, જૂનાગઢમાં 4-4, પાટણ અને સુરેન્દ્રનગરમાં 3-3, મહેસાણા, અરવલ્લી, વલસાડમાં 2-2, બનાસકાંઠા, આણંદ, કચ્છ, ખેડા, બોટાદ, નવસારી, નર્મદા, અમરેલીમાં 1-1 અને અન્ય રાજ્યમાં 3 કેસ નોંધાયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 339 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાંથી અમદાવાદમાં 225, સુરતમાં 58, ગાંધીનગરમાં 24, વડોદરામાં 8, દાહોદ,પાટણમાં 4-4, આણંદ, ખેડામાં 3-3, અરવલ્લી, રાજકોટ, સુરેન્દ્રનગરમાં 2-2, જ્યારે અમરેલી, ભરુચ, દ્વારકા અને નવસારીમાંએક-એક દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યારે કુલ 5926 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 71 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 5855 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં 16672 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.