છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 510 નવા કેસ નોંધાયા છે, જે અત્યાર સુધીમાં સૌથી વધારે છે. આ સાથે જ રાજ્યમાં કુલ 19,119 કેસ થયા છે. છેલ્લા 24 કલાકમાં 35 દર્દીના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 324 કેસ નોંધાયા છે.
રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 324, સુરતમાં 67, વડોદરામાં 45, ગાંધીનગરમાં 21, મહેસાણામાં 9, પાટણ અને જામનગરમાં 6-6, વલસાડમાં 5, ભાવનગર અને અમરેલીમાં 4-4, ખેડા, ભરૂચ અને સુરેન્દ્રનગરમાં 3-3, ડાંગમાં 2, બનાસકાંઠા, રાજકોટ, અરવલ્લી, સાબરકાંઠા, છોટાઉદેપુર, જૂનાગઢ, નવસારી, દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ નોંધાયા છે.

રાજ્યમાં 35 દર્દીના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદમાં 30, સુરતમાં 2, જ્યારે આણંદ, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં 1-1 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1190 થયો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 344 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાંથી અમદાવાદમાં 251, સુરતમાં 39, વડોદરામાં 19, મહીસાગરમાં 6, અરવલ્લી-વલસાડમાં 4-4, ગીર સોમનાથ, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર અને પંચમહાલમાં 2-2, જ્યારે બોટાદ, જૂનાગઢ અને નવસારીમાં એક-એક દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યારે કુલ 4918 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 63 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 4855 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં 13011 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.