ગુજરાત : છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 367 પોઝિટિવ કેસ નોંધાયા તેમજ 22ના મોત..

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 367 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં 22 દર્દીનાં મોત થયા છે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં હોસ્પિટલમાંથી 454 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે.

રાજ્યમાં અમદાવાદમાં 247, સુરતમાં 44 વડોદરામાં 33, મહીસાગરમાં 8, કચ્છમાં 7, રાજકોટમાં 7, ગાંધીનગરમાં 4, આણંદ, પંચમહાલમાં 2, ખેડા, અરવલ્લી, બનાસકાંઠા, બોટાદ, છોટાઉદેપુર, ગીરસોમનાથ, જુનાગઢ, મહેસાણા, મોરબી, નવસારી, પાટણ, સુરેન્દ્રનગર અને વલસાડ ખાતે 1-1 કેસ એમ રાજ્યમાં કુલ 367 નવા કેસ નોંધાયેલ છે

તેમજ 454 દર્દીઓને સાજા થતા રજા આપવામાં આવેલ છે.જેમાં અમદાવાદ જીલ્લામાંથી સૌથી વધુ 381 દર્દીઓ અને ત્યારબાદ સુરત જીલ્લામાંથી 21 દર્દીઓને રજા આપવામાં આવેલ છે.આમ, હાલ રાજ્યમાં કુલ 6611 એક્ટીવ કેસ છે.

અમદાવાદમાં 16, વડોદરામાં 3 કચ્છ, પાટણ, અને સુરેન્દ્રનગરમાં 1-1 દર્દીના મોત થતા આજે 22 દર્દીના મોત થયા છે. અત્યાર સુધીમાં કોરોનાના કારણે કુલ 960 મોત થયા છે.

કોવિડ-19 માટે રાજ્યમાં જુદી જુદી હોસ્પિટલોમાં આવતા દર્દીઓ ઉપરાંત ICMRની ગાઈડલાઈન મુજબ જિલ્લાઓમાં કુલ 1,98,048 ટેસ્ટ કરવામાં આવેલ છે. રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં કુલ 3,13,729 વ્યક્તિઓને ક્વૉરન્ટાઈન કરવામાં આવેલ છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *