રાજ્યમાં માં કોરોના વાયરસ ના પોઝિટવ કેસમાં દિનપ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે રાજ્યમાં કોરોના વાયરસના 361 નવા કેસ નોંધાયા છે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 27 લોકોનાં મોત થયા છે. અમદાવાદ શહેરમાં કોરોના વાયરસની સ્થિતિ અતિ ગંભીર બની રહી છે.
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 23 મોત અને 251 નવા કેસ નોંધાયા છે.તેમજ સુરતમાં 36, વડોદરામાં 31, સાબરકાંઠમાં 8, ગાંધીનગરમાં 7, જામનગરમાં 5, બનાસકાંઠાસ મહિસાગર, વલસાડમાં 3-3, ભાવનગર, અરવલ્લી, કચ્છ અને નવસારી ખાતે 2-2 કેસ અને રાજકોટ જૂનાગઝ, મહેસાણા, પંચમહાલ, અમરેલી, પાટણ અને રાજકોટમાં 1-1 કેસ નોંધવામાં આવ્યો છે. આમ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 361 કેસ નોંધાયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં વધુ 23 દર્દીના કોરોનાના કારણે મોત થયા છે. આ ઉપરાંત ખેડા, પંચમહાલ, પાટણ અને સુરતમાં 1-1મોત થયા છે. કોરોના વાયરસના કારણે રાજ્યમાં અત્યારસુધીમાં 915 લોકો મોતને ભેટ્યા છે.
તેમજ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી 503 દર્દીઓને રજા આપવામાં આવી છે. રાજ્ય સરકારના આંકડા મુજબ ગુજરાતનો રિકવરી રેટ વધીને 48.13 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદમાં 463 દર્દીઓને રજા આપવામાં આવી છે.