જગન્નાથજીની રથયાત્રા ઉપર ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપ્યો, જાણો વિગતે..

સમગ્ર ગુજરાત સહિત અમદાવાદમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે જગન્નાથજીની રથયાત્રા ઉપર ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપ્યો છે. આમ હવે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નહીં નીકળે.

જોકે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હવે રથયાત્રા યોજાય તે માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી થશે.બીજી તરફ રથયાત્રા કાઢવાના પક્ષમાં વિશ્વ હિન્દુ પરિષદના VHP ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દિલીપભાઇએ પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે રથયાત્રા હિંદુ સમાજ ની આસ્થા સાથે સંકળાયેલ છે. ભગવાન વર્ષ માં એક વાર નગરયાત્રાએ નીકળે છે તે ભાવના હિન્દૂ સમાજમાં છે.

ગુજરાતમાં 142 વાર રથયાત્રા નીકળી છે. કોરોનાના કારણે આ વખતે હાઇકોર્ટે સ્ટે આપ્યો છે. હાઇકોર્ટ અને સુપ્રીમનો આદેશ પાળવો જોઈએ પણ કોર્ટ એ સમાજની આસ્થાનું ધ્યાન રાખવું જોઈએ.

VHPએ કહ્યું હતું કે ઓરિસ્સાની યાત્રા ઇન્ટરનેશનલ યાત્રા છે જ્યાં દુનિયાભરમાંથી લોકો આવે છે. અમદાવાદની યાત્રા ગુજરાતનું ગૌરવ છે. કોમી રમખાણો વચ્ચે પણ રથયાત્રા નિકળેલી છે. કોર્ટના હુકમના કારણે સરકાર યાત્રા કાઢવામાં બાધ્ય બની છે. સરકાર વટ હુકમ બહાર પાડી યાત્રા કાઢી શકે છે. અમારો આગ્રહ છે કે રથયાત્રા નિકળવી જોઈએ.

VHPએ વધુમાં કહ્યું હતું કે અગાઉ 1946, 85, 92, 93 સમયે સરકારે વ્યવસ્થા કરી સુરક્ષા આપી યાત્રા સંપન્ન કરાવી છે. 25 વર્ષ પહેલા જો સરકાર વ્યવસ્થા કરી શકતી હોય તો આ સરકાર પણ સક્ષમ છે. સરકારે અને મંદિર ટ્રસ્ટે લોકોની ભાવના સમજવી જોઈએ. આમાં રોક લગાવવાનો પ્રશ્ન નથી, સરકારે મર્યાદિત લોકો સાથે રથયાત્રા કાઢીશું તેવી રજુઆત મુકવી જોઈએ. ગુજરાતની ભાજપની સરકાર સક્ષમ છે. જન સમાજ ને અપીલ છે કે નિયમોનું પાલન કરે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.