ગુજરાતમાં સતત બીજા દિવસે 600થી વધારે કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 19 કોરોના દર્દીઓના મોત થયા છે. આમ છેલ્લા ચાર દિવસથી ગુજરાતમાં દરરોજ નોંધાતા મૃત્યુનો આંકડો 20થી ઓછો થયો છે.
રાજ્યમાં કોરોના દર્દીઓનો કુલ આંકડો 31297એ પહોંચ્યો છે. જ્યારે 19 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 1800ને પાર થઈ 1809એ પહોંચ્યો છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 391 દર્દીઓ કોરોના મૂક્ત થઈને ડિસ્ચાર્જ થયાં કુલ ડિસચાર્જનો આંકડો 22808એ પહોંચ્યો છે.
ગુજરાત માં આજે અમદાવાદમાં 211, સુરતમાં 182, વડોદરામાં 44, વલસાડ 36, પાટણ, ગાંધીનગરમાં 11-11, રાજકોટ, જૂનાગઢ, કચ્છ, સુરેન્દ્રનગર, અમરેલીમાં 10-10 તેમજ મહેસાણામાં 8, બનાસકાંઠા, ભરૂચમાં 7-7, ખેડા 6, અરવલ્લી, નવસારી, મોરબીમાં 4-4, ભાવનગર, સાબરકાંઠા, આણંદ, બોટાદમાં 3-3, જામનગર, પંચમહાલ, પોરબંદરમાં 2-2, ગીર-સોમનાથ, નર્મદા, તાપીમાં 1-1 અને અન્ય રાજ્યના 13 કેસ નોંધાયા છે.
અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 20272 કોરોના પોઝિટિવ કેસ થયા છે. સુરતમાં 4242 કેસ, વડોદરામાં 2074 કેસ, ગાંધીનગરમાં 625, રાજકોટમાં 240 કેસ થયા છે.