ગુજરાત : કોરોના વાયરસના નવા 572 કેસ નોંધાયા તેમજ 25ના મોત..

રાજ્યમાં કોરોના વાયરસના નવા 572 કેસ નોંધાયા છે.અને 575 દર્દી સાજા થયા છે. રાજ્યમાં કોરોના વાયરસે છેલ્લા 24 કલાકમાં 25 દર્દીનો ભોગ લીધો છે. જોકે, આજે નવા નોંધાયેલા કેસની સાથે જ ગુજરાતનો કોરોનાનો અત્યારસુધી સંક્રમિત થયેલા દર્દીઓનો આંકડો 29001 થયો છે.

રાજ્યમાં અમદાવાદમાં શહેરમાં 205, સુરત શહેરમાં 155, વડોદરામાં શહેરમાં 35, સુરત જિલ્લામાં 17, જામગનર શહેરમાં 17, અમદાવાદમાં 10, વડોદરા 10, ભરૂચમાં 10, રાજકોટ કોર્પોરેશનમાં 9, આણંદમાં 9, સુરેન્દ્રહમાં 9, પંચમહાલમાં 9, નર્મદામાં 9, અરવલ્લીમાં 7, નવસારીમાં 6. ગાંધીનગરમાં, કચ્છમાં, ગીરસોમનાથમાં, વલસાડાં પાંચ પાંચ, મહેસાણામાં 4, રાજકોટમાં 4, અમરેલીમાં 4, ભાવનગર શહેરમાં 3, મહીસાગરમાં 3, પાટણમાં 3, ખેડામાં 3, છોટાઉદેપુરમાં 3, ગાંધીનગર શહેરમાં 2, જૂનાગઢ શહેરમાં 2, ભાવનગરમાં 2, જૂનાગઢમાં 2 કેસ નોંધાયા છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા 1, બોટાદમાં 1, જામનગરમાં 1દાહોદમાં 1 એમ કુલ 572 કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં 25 દર્દીના મોત થયા છે. આ યાદીમાં અમદાવાદ શહેરમાં 15, સુરત શહેરમાં 5, પાટણમાં 2, જામનગર શહેરમાં 1, સાબરકાંઠામાં 1 અને ગીરસોમનાથમાં 1 દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં હાલમાં કુલ 21096 દર્દી ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ 6169 દર્દીના મોત થયા છે. હજુ પણ 70 દર્દી વેન્ટીલેટર પર છે.રાજ્યમાં કુલ કેસ 29 હજારને પાર, મૃત્યુઆંક 1736 તો 21 હજારથી વધુ ડિસ્ચાર્જ થયા છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *