ગુજરાત : છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 517 નવા કેસ નોંધાયા તેમજ 33 દર્દીના મોત..

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 517 નવા કેસ નોંધાયા છે.તેની સાથે જ રાજ્યમાં કુલ 23,079 કેસ થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 33 દર્દીના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 344 કેસ નોંધાયા છે.

રાજ્યમાં અમદાવાદમાં 344, સુરતમાં 59, વડોદરામાં 40, ગાંધીનગરમાં 9, ભાવનગરમાં 7, મહેસાણામાં 6, અરવલ્લી,પંચમહાલ, નર્મદામાં 5-5, ભરૂચ, કચ્છમાં 4-4, રાજકોટ, પાટણ, જામનગર, અમરેલીમાં 3-3, બનાસકાંઠા, ખેડામાં 2-2 જ્યારે મહીસાગર, આણંદ, બોટાદ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, છોટા ઉદેપુર અને જૂનાગઢમાં 1-1 નવા કેસ નોંધાયા છે.

રાજ્યમાં 33 દર્દીના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદમાં 26, સુરતમાં 3, અમરેલીમાં 2, જ્યારે ભાવનગર અને પાટણમાં 1-1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1449 થયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 390 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાંથી અમદાવાદમાં 255, સુરતમાં 88, ગાંધીનગરમાં 18, વડોદરામાં 8, બનાસકાંઠામાં 8, મહેસાણા, ભરુચમાં 4-4, બનાસકાંઠા, ખેડા, નવસારી, કચ્છમાં 2-2 જ્યારે અરવલ્લી, દાહોદ, જામનગર, રાજકોટ અને પાટણમાં એક-એક દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યારે કુલ 5739 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 61 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 5678 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં 15891 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.