ગુજરાત : છેલ્લા 24 કલાકમાં 470 નવા કેસ નોંધાયા,409 દર્દીઓએ કોરોનાને માત આપી,33 દર્દીના મોત..

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 470 નવા દર્દી નોંધાયા છે. જોકે, તેની સામે 409 દર્દીઓઓએ કોરોનાને માત આપી છે. આ બધાની વચ્ચે રાજ્યમાં કોરોનાના કારણે મોતની સંખ્યા પણ ચિંતાજનક છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 દર્દીઓનાં મોત થયા છે.

રાજ્યમાં અમદાવાદમાં 331, સુરતમાં 62, વડોદરામાં 32, ગાંધીનગરમાં 8, મહેસાણામાં 1, ભાવનગરમાં 3, બનાસકાંઠામાં 1, રાજકોટમાં 2, અરવ્લીલમાં 1, સાબરકાંઠામાં 5, આણંદમાં 4, પંચમહાલમાં 3, પાટણમાં 3, કચ્છમાં 1, ખેડામાં 3, ભરૂચમાં 2, વલસાડમાં 2, જૂનાગઢમાં 1, નવસારીમાં 1, અમરેલીમાં 3 એમ કુલ 470 નવા કેસ નોંધાયા હતા.

રાજ્યમાં આજે દર્દીઓના દુખદ અવસાન થયા છે. કોરોના વાયરસે ગુજરાતમાંથી અત્યારસુધીમાં 1313 દર્દીનો ભોગ લીધો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 27, સુરતમાં 2, અરવલ્લી અને પંચમહાલમાં એક વ્યક્તિનું મોત થયું છે.

રાજ્યમાં કોરોના વાયરસના વધતા જતા કેસ અંગે આજે અમદાવાદમાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ધારદાર સવાલો પૂછ્યા હતા.

દરમિયાન સારા સમાચાર એ છે કે રાજ્યમાંથી છેલ્લા 24 કલાકમાં 248 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અમદાવાદમાં 248, વડોદરામાં 64, છોટાઉદેપુરમાં , બનાસકાંઠામાં 6, મહેસાણામાં 5, નવસારીમાં 5, ખેડામાં 3, રાજકોટમાં 3, સુરેન્દ્રનગરમાં 3, અમરેલીમાં 2, અરવલ્લીમાં 2, ભાવનગરમાં 2, ગાંધીનગરમાં 2, પંચમહાલમાં 2, આણંદમાં 1, જૂનાગઢ 1, કચ્છમાં 1, પાટણ 1, વલસાડમાં 1 દર્દી મળીને 409 દર્દી સાજા થયા છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.