દિલ્હીમાં કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓ માટે હોસ્પિટલોમાં બેડના અભાવના કારણે ખાનગી હોટલ્સને હોસ્પિટલમાં ફેરવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયના અંતર્ગત ખાનગી હોટલ્સને ટેકઓવર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
જેમાં દિલ્હીની સૂર્યો હોટલ , ક્રાઉન પ્લાઝા, સિદ્ધાર્થ હોટલ, શેરેટન અને જીવીતેશ હોટલ નો સમાવેશ થયો છે. આ પાંચ હોટલને દિલ્હીના પાંચ બેડ હોસ્પિટલ સાથે અટેચ કરવામાં આવી રહી છે. દિલ્હી સરકાર તરફથી અટેચ કરવાની પ્રક્રિયા શરુ કરી દીધી છે.આ હોટલ્સ જેની સાથે પાંચ હોસ્પિટલો અટેચ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં સરિતા વિહાર સ્થિત અપોલો હોસ્પિટલ, બત્રા હોસ્પિટલ, રાજેન્દ્ર પ્લેસ સ્થિત બીએલ કપૂર હોસ્પિટલ, સાકેત સ્થિત મેક્સ હોસ્પિટલ, કરોલ બાગ નજીક આવેલી સર ગંગા રામ હોસ્પિટલનો સમાવેશ થાય છે.

તેમજ સરકારે સૂર્યા હોટલને એપોલો હોસ્પિટલ, ક્રાઉન પ્લાઝા હોટલને બત્રા હોસ્પિટલ, સિદ્ધાર્થ હોટલને બીએલ કપૂર હોસ્પિટલ, શેરેટન સાકેતને મેક્સ સાકેત અને જીવીતેશ હોટલને ગંગા રામ હોસ્પિટલની સાથે અટેચ કરવાનો નિર્ણય કર્યો છે.
હવે આ હોસ્પિટલોના દર્દીઓને જરૂરિયાત પ્રમાણે દર્દીઓને આ હોટલમાં રાખવામાં આવશે અને ત્યાં સ્વાસ્થ્ય સુવિધા પણ આપવામાં આવશે.
તેમજ હોસ્પિટલોમાં બેડ અછત ન પડે. ઓક્સિજનની સપ્લાઈ બાધિત ન હો, તેની વ્યવસ્થા કરવામાં આવી છે. 2100 દર્દીઓ હજી હોસ્પિટલમાં છે. એક સપ્તાહ 4500 બેડ હતા. જેમાં 2100 બેડ વધારવામાં આવ્યા છે. એટલે કે 6600 બેડ અત્યારે ઉપલબ્ધ છે. 5 જૂન સુધી દિલ્હીમાં 9500 બેડ ઉપલબ્ધ થશે.