કોરોનાની વધતી જતી મહામારી માં કોલેજનાં છેલ્લાં વર્ષમાં સભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પ્રત્યે સંવેદનહિન સરકાર.

આખા વિશ્વમાં ચાલી રહેલ કોરોના મહામારી ના લીધે ભારતમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું રોગની મહામારી ચાલુ છે છતાં અનલોક -૧ શરૂ કરીને થોડી રાહતા મળી છે ત્યારે યુનિવર્સિટી અને રાજ્ય સરકાર મળીને પરીક્ષાઓ લેવા અંગે ને નિર્ણય જાહેર કર્યો છે કે છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ ને છોડીને બાકીના વિદ્યાર્થીઓ ને માસ પ્રમોશન આપવું, ત્યારે વિદ્યાર્થીઓના મનમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે જુદી ફેકલ્ટીના જેવાં કે કોમર્સ,સાયન્સ, મેડિકલ ફિલ્ડ, આર્ટસ, એન્જીનીયરીંગ જેવા છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ઘણા જ ચિંતિત છે. હાલ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યભરની તમામ યુનિવર્સિટીઓ માટે ગાઇડ લાઇન જાહેર કરવામાં આવી છે ત્યારે યુનીર્સીટી પરીક્ષા લેવા માટે જોર આપી રહી છે ત્યારે છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓં અને તેના વાલીગણ ને મનમાં ખૂબ મૂંઝવણ ભરી પરિસ્થિતિ ઉભી થઈ છે.

આ સાથે એ લોકો એવા ઘણા જ મુદ્દાઓ તરફ ધ્યાન દોરવા માગે છે કે જે લેવામાં આવનાર પરીક્ષા ને કારણે ઘણા બધા પ્રશ્નો ઉભા થાય છે તો આ અનુસંધાને બધા જ બાળકોનું ભવિષ્ય અને સ્વાસ્થ્યનું ચિંતા કરીને યોગ્ય માર્ગદર્શીકા ઘડી અને પરીક્ષા લેવી પણ પડે તો એવા કોઈ વિકલ્પ ન પસંદ કરવો કે જેનાથી વિદ્યાર્થી અને એના પરિવારને મહામારીનું સંક્રમણ થાય અને વિદ્યાર્થી અને તેના પરિવારના સ્વાસ્થ્ય પર અસર ન પડે. પરીક્ષા લેવા માટેનાં બીજા ઘણા રસ્તાઓ છે જેની ઉપર સર્વાનુમતે નિર્ણય કરીને વહેલામાં વહેલી તકે એના સ્વાસ્થય સાથે શિક્ષણનુ અને ભવિષ્યનો વિચાર કરીને નિર્ણય કરવામાં આવે તેવું દરેક બાળકો અને તેના વાલીઓ ઇચ્છી રહ્યા છે.

દૂર દૂર ના જિલ્લાઓમાં રહીને અભ્યાસ કરતા બાળકો જે પોતાના ગૃહ જિલ્લા કરતા બહાર અભ્યાસ કરતાં હતાં તેમને ટ્રાન્સપોર્ટેશન રહેવાની જમવાની અનેક અડચણો આજની પરીસ્થીને કારણે ઊભી થશે, તેમજ એમની હોસ્ટેલ, PG કે રેન્ટ પર મકાન લઇને રહેતાં વિદ્યાર્થીઓનો રહેણાક રેડ જોનમાં હોય તો શું ? અથવા જતાં પહેલાં 14 દિવસ હોરેન્ટાઇલ થવું પડશે કે કેમ ? એ વિશે પણ વિચારવું જોઈએ. આજની પરીસ્થી પ્રમાણે દરેક સોસાયટી પણ પોતાનાં નીતી-નિયમો બનાવે છે એનું શું?
દરેક વિદ્યાર્થીઓ નીચેના મુદ્દાઓને લઇને ચિંતિત છે

(1)હમણાં નવા નિયમ પ્રમાણે પરીક્ષા ત્રણ કલાક ને બદલે બે કલાકની કરવામાં આવી છે તો શું પેપર બે કલાકનું કરવાથી કોરોનાથી બચી શકાય ?

(2) દરેક સ્ટુડન્ટ અલગ અલગ જિલ્લાઓ ના અલગ અલગ ઝોનમાંથી આવે છે તો એ કયા ઝોનમાં થી આવે એની શું ખબર ? અગર એ રેડ ઝોન માંથી આવે છે એનાથી કોરોના ફેલાશે તો એનો જવાબદાર કોણ ? આવિશે વિચાર્યું છે ?

(3) કોઈપણ સ્ટુડન્ટ ને કોરોના થાય તો એની જવાબદારી યુનિવર્સિટી કે રાજ્ય સરકાર લેશે?

(4)છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની છે બાકીના વર્ષ અને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે તો શું છેલ્લા સેમેસ્ટર ના વિદ્યાર્થીઓ ને કોરોના નહીં થાય ?

(5)શું રાજ્ય સરકાર કે યુનિવર્સિટીએ એકઝામ આપતાં વિદ્યાર્થીઓના હેલ્થ ઇંશ્યોરન્સ નું કંઈ વિચાર્યું છે?

જો પરીક્ષા ના લેવી હોય તો એના માટે બીજા પણ ઘણા રસ્તા છે.

જેનાથી વિદ્યાર્થીઓના જીવના જોખમે પરીક્ષા અપાવવાની જીદ છોડીને બીજા રસ્તાઓ પર પણ વિચાર કરી શકાય જેમ કે.

(1) ઓનલાઈન એક્ઝામ

(2) આગળના વર્ષોના માર્કસના આધારે કેરી ફોરવર્ડ કરી શકાય.

(3) મેરીટ બેજ પ્રમોશન.

(4) પ્રોરેટા પ્રમોશન

આમાંથી કોઇપણ પ્રક્રિયાથી પ્રમોશન આપી શકાય છે એ વિષે સરકાર અને યુનિવર્સિટીઓ ગંભીરતાથી વિચારે તેઓ દરેક બાળકો અને તેના વાલીઓનું મંતવ્ય છે.

હાલમાં આજ દિનાંક 7 જુનના દિવસ સુધીમાં 2.50 લાખ કેસ થયા છે અને વિશ્વમાં 6 નંબર પર ભારત છે જો પરીક્ષા જુલાઈ ફસ્ટ વિક માં લેવામાં આવે ત્યાં સુધીમાં તો મારી ધારણા પ્રમાણે ભારત ટોપ-3 માં પ્રવેશ કરી જશે.

તો આટલી ભયંકર મહામારીમાં ઉજ્જવળ કારકિર્દી અને ભવિષ્ય ધરાવતા બાળકોના અને તેનાં પરિવારનાં જીવન સાથે ચેડા ન થાય તેવું દરેક નાગરિક વિચારે છે તો આ માટે લાગતા વળગતા દરેક સરકારી તંત્ર યુનિવર્સિટીઓ અને શિક્ષણ જગતને લગતા દરેક લોકો આ મૂંઝવણ પ્રત્યે ગંભીરતાથી વિચારે અને પરીક્ષા વિશે ઘટતું થાય તેવી આશા રાખીએ છીએ.

પરીક્ષા માટે #પ્રમોટ ઓલ કોલેજ સ્ટુડન્ટ ટ્વીટ ટોપ 2 નંબર પર ટ્રેન્ડીંગ માં 6 જૂનનાં રોજ હતું.

#સ્ટુન્ટન્ડ લાઇફ મેટર ટ્વીટર પર ટ્રેન્ડીંગ પર છે.

હજારો ઈમેલ અને ટ્વીટ PM,CM, શિક્ષણમંત્રી, હેલ્થ મિનિસ્ટર, શિક્ષણ સચિવ,UGC જેવી 25 કરતાં વધારે સંસ્થા કે વ્યકતી ને મોકલ્યાં છે પણ હજુ સુધી એકનો પણ રિપ્લાઇ નથી તો આમાં સંવેદિનશિલતા ક્યાં ગઈ ?

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *