ગૂગલ ભારતમાં 75000 કરોડનું રોકાણ કરશે, PMએ કરી સુંદર પિચાઇ સાથે ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૂગલના ભારતીય મૂળના સીઇઓ સુંદર પિચાઇ સાથે અનેક મુદ્દે વાતચીત કરી. જેમાં સુંદર પિચાઇએ એક મોટી જાહેરાત કરી દીધી. તેમણે જણાવ્યું કે ગૂગલ ભારતમાં 75000 કરોડ રુપિયાનું રોકાણ કરશે.

સુંદર પિચાઇએ જણાવ્યું કે, “આજે હું ગૂગલ ફોર ઇન્ડિયા ડિજિટિલીકરણ ફંડની જાહેરાત કરતા બહુ રોમાંચનો અનુભવ કરી રહ્યો છું. આ પહેલ હેઠળ અમે આગામી 5-7 વર્ષમાં ભારતમાં 10 અબજ ડોલર એટલે 75000 કરોડ રૂપિયાનું રોકાણ કરીશું.”

આ ચર્ચા મુદ્દે પીએમ મોદીએ ટ્ટવીટ કરી જણાવ્યું કે, “આજે સવારે સુંદર પિચાઇ સાથે એક લાભદાયક વાતચીત થઇ. અમે ભારતના ખેડૂતો, યુવાઓ અને સાહસિકોના જીવનને બદલવા માટે ટેક્નીકની શક્તિના ઉપયો સહિત ઘણા મુદ્દે ચર્ચા કરી.”

અન્ય એક ટ્વીટમાં પીએમે લખ્યું કે “વાતચીત દરમિયાન મેં સુંદર પિચાઇ સાથે કોરોનાના સમયમાં વિકસિત થઇ રહેલા નવા વર્ક કલ્ચર અંગે પણ વાત કરી. સાથે કોરોનાને કારણે રમત જગત ક્ષેત્રો આવી પડેલા પડકારો અંગે પણ વાત કરી. ડેટા સુરક્ષા અને સાયબર સુરક્ષા મામલે પણ ચર્ચા કરી. ઉપરાંત શિક્ષણ, ડિજિટલ પેમેન્ટ જેવા ક્ષેત્રોમાં ગૂગલના પ્રયાસો અંગે જાણીને પણ મને બહુ આનંદ થયો.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *