72 લાખ નોકરિયાત માટે ખુશખબર: પ્રકાશ જાવડેકરે આપી જાણકારી..! જાણો વિગતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં 24 ટકાની ઇપીએફ મદદ ઓગસ્ટ સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. બુધવારે કેન્દ્રીય અને સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટના નિર્ણયો વિશે જાણકારી આપી હતી.

કેબિનેટે PMGKY / આત્મનિર્ભર ભારત અંતર્ગ જૂનથી ઓગસ્ટ 2020 સુધી 3 મહિના માટે EPF યોગદાન 24 ટકા (12% કર્મચારી શેર અને 12% કંપની શેર)ના વિસ્તારને મંજૂરી આપી છે. આની પર સરકાર કુલ 4860 કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ પગલાંથી 72 લાખથી વધારે કર્મચારીઓને લાભ થશે.

સરકારે જણાવ્યા અનુસાર આ પગલાંથી 72 લાખ નોકરિયાતોને સીધો ફાયદો થશે. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત જે કંપનીઓમાં 100થી કર્મચારીઓ હોય અને તેમાં 90 ટકા કર્મચારી 15 હજાર રૂપિયાથી ઓછા મહિનામાં કમાય છે. આવી કંપનીઓ અને તેમના કર્મચારીઓ તરફથી ઇપીએફમાં યોગદાન ઓગસ્ટ સુધી સરકાર કરશે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *