અત્યંત ખંજવાળ આવે તેવો રોગ શીળસ ને કરો આ રીતે દુર..!! વાંચો અહીં…

આયુર્વેદ દર્શનમ્ શીળસ ( શીતપિત્ત ) … શીળસના બે પ્રકાર છે . તીક્ષ્ણ અને દીર્ધ તીક્ષ્ણ શીળસમાં કેટલીકવાર તાવ , અજીર્ણ વગેરે આવે છે. દીર્ધ શીળસમાં અન્ય કોઇ રોગ દેખા દેતા નથી. પરંતુ આ શીળસ લાંબો વખત રહે છે.

રોગનું કારણ : અયોગ્ય ખાનપાન ; કડવી બદામ , ઝેર કોચલા, કાકડી, દુષિત માછલી , ચમકબાબ વગેરેનું સેવન કે ખાટા ઘસરકાને લીધે વાયુ અને કફ દુષિત થઇ પિત્તને મળી રક્તાદિ ધાતુને ઠેકાણે અને બહાર ચામડીમાં મધમાખીના દેશ જેવા ઠીમચા કરે છે. તેને શીળસ કહે છે. કોઇવાર ગર્ભાશયના દરદથી, તેમજ માકડ, મચ્છર, જૂ વગેરે જંતુઓના કરડથી પણ શીળસ નીકળે છે.

કરોળીયાનું જાળુ પેટનાં જવાથી પણ શીળસ નીકળે છે. એ વ્યાધિ મટે છે અને પાછો થઇ આવે છે. તેમાં થોડો દેશી ચૂનો થોડીવાર સુધી પલાળી રાખી તેના ઉપરથી પાણીની આછ ઉતારી લઇ તે આછ આશરે પાંચેક તોલા થોડા દિવસ પીવી. શીળસએ પિત્તજન્ય વિકાર છે.

શરીરમાં પિત્ત વિકાર થવાથી કે પિત્તની અતિવૃદ્ધિ થવાથી તે હોજરીમાંથી બહાર નીકળી લોહીમાં ભળે છે. ત્યારે શીળસ નીકળે છે. માટે પરસ્પર વિરુદ્ધ હોય તેવા ખાનપાનનો ત્યાગ કરવો. એકવાર શીળસ નીકળ્યા પછી વિરુદ્ધ ખાનપાનના કારણે તુરંત પિત્ત નીકળે છે. માટે પિત્તજન્ય પદાર્થો ઓછા ખાવાપીવા અને શરીરમાં પિત્તનો વધારો થાય, ખાટા ઓડકાર આવે છે.

ચિન્હો : શરીર પર નાનામોટા લાલ અને સફેદ રંગના ચામઠા થઇ આવે છે. કોઇવાર શરીરના એક ભાગે અથવા આખા શરીરે ચામઠા ઉપડી આવે છે. ચામડી સૂજેલી અને ઉપહેલી લાગે છે. તે સાથે ચળ આવે છે .અને ચામડીમાં દાહ થાય છે. શીળસ થોડી સમયમાં શમી જાય છે. અને ફરી ત્યાં કે બીજા ભાગમાં દેખાય છે.

ઉપચાર : કબજીયાત દૂર કરી રકતશોધક તથા પિત્તશામક ઉપચારો કરવા અજીર્ણ હોય તો તે દૂર કરવાના ઉપાયો કરવા .લીમડાના પાનનો રસ પીવો . અને શરીરે સરસીયા તેલ ચોપડવું . શરીરે અડાયા છાણાની રાખ ખૂબ ચોળી ઊનનો ધાબળો ઓઢી સુઇ રહેવું . સાજીખારને ગોળનું પાણી શરીરે ચોળી થોડીવાર પછી સ્નાન કરવું . કાળા મરી અથવા કુંવાડીયાના મૂળનું ચૂર્ણ ઘીમાં મેળવી ચાટવું . પાકેલ ઇન્દ્રામણાં લઇ તે ચીરી તેમાં મરી ભરી એકાદ બે માસ રાખી કાઢી લીધા હોય તેવા મરી ચાર પાંચ વાટી ઘી સાથે ચાટવા .

આદુના રસમાં જુનો ગોળ મેળવી ચાટવું કે ત્રિફળાચૂર્ણ મધમાં લેવું . ગરમાળાના મૂળ દૂધમાં ઘસીને પીવા અથવા ત્રિફળાનું ચૂર્ણ મધમાં લેવું .સિંધવ ઘીમાં વાટી ચોપડવો અથવા કોઠીના પાંદડા વાટી તેનો લેપ કરવો. નગાડના પાનનો રસ ગાયના ઘી સાથે ત્રણ દિવસ સુધી પીવો . કાળામરી અને કાળીજીરીનું ચૂર્ણ પાણી કે મધ સાથે લેવું . ત્રિફળાગુગળ તથા પીપરનું ચૂર્ણ મધમાં લેવું .

આ કરવું નહી ચોખા , મગ , કળથી , કારેલા , દાડમ , ગરમપાણી , કફ અને પિત્તહર પદાર્થો . અપથ્ય : ઠંડા પાણીથી સ્નાન ; ખાટું , ગળુ કે લુખ સુકુ અન્ન તથા ચા , કોફી .

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.