કોરોના મહામારીના પગલે અટકી ગયેલી અર્થતંત્રની ગાડી પાટા પર લાવવા માટે સરકાર દ્વારા શરૂ કરાયેલા અનલોક મિશન અંતર્ગત સોમવારથી એટલે આજથી રાજ્યમાં ધાર્મિક સ્થળો, હોટેલ, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ અને અન્ય જાહેર સ્થળોને ખુલ્લાં મૂકવાની પરવાનગી આપી દેવામાં આવી છે.
આ માટે વિવિધ રાજ્યો દ્વારા લોકોએ છૂટછાટમાં શું કરવું અને શું ન કરવું તેની પણ ગાઇડલાઇન જાહેર કરાઇ છે. આ સાથે જ રાજ્યોમાં આવેલા ધાર્મિક સ્થળો, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ વગેરેમાં સાફસફાઇ અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના પ્રોટોકોલનાં પાલન માટે તૈયારીઓ પણ કરી લેવામાં આવી હતી.
જોકે, શક્તિપીઠ અંબાજી, બીએપીએસના દ્વારા હજુ થોડા દિવસ બાદ મંદિરો ખોલવાની જાહેરાત કરવામાં આવી છે.
ધાર્મિક સ્થળો, મોલ, હોટલ માટે અનેક નિયમો પણ બનાવવામાં આવ્યાં છે. જેનું ત્યાં આવનાર દરેક લોકોએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તો અહીં જતા પહેલા ત્યાંના નિયમો પર એક નજર કરી લો.
ધાર્મિક સ્થળો માટેના નિયમો
65 વર્ષથી વધુ અને 10 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓને, લોકોને કે સગર્ભાને બને ત્યાં સુધી મુલાકાત ન કરવી.
તમામએ 6 ફૂટનું અંતર જાળવવાનું રહેશે. ચહેરો ઢાંકવો, માસ્ક પહેરવું,
પ્રવેશદ્વાર પર હાથ ધોવા, સેનેટાઇઝર હોવું ફરજિયાત, આરોગ્ય ચકાસણી અને શરીરના તાપમાન માપવાની વ્યવસ્થા કરવી
સામૂહિક પગરખા મુકવાની વ્યવસ્થા બંધ રાખી દર્શનાર્થી પોતાની રીતે વાહનમાં જ પગરખાં મૂકે.
પ્રસાદની વહેંચણી કરવી નહીં, પવિત્ર જળના છંટકાવને પણ મંજૂરી નહીં
શૉપિંગ મૉલ્સ માટેના નિયમો
તમામ એસીનું સેટિંગ 24થી 30 ડિગ્રીની રેન્જમાં અને હ્યુમિડિટી એટલે કે ભેજ 40થી 70% ની રેન્જમાં હોવો જોઇએ.
ગેમિંગ આર્કેડસ, ચિલ્ડ્રન પ્લેએરિયા, મૉલની અંદર સિનેમા ગૃહ બંધ રહેશે.
ફૂડ કોર્ટ-રેસ્ટોરન્ટમાં ક્ષમતાના 50% કરતા વધારે નહીં.
મૉલ્સને નિયમો પ્રમાણે સેનિટાઇઝ કરવો પડશે.
હોટેલ- રેસ્ટોરન્ટ માટે નિયમો
ક્ષમતાના 50% કરતા વધારે ગ્રાહકો નહીં.
હોટલના મેનૂ સિંગલ યુઝ હોવા જોઇશે, બીજીવાર વાપરી નહીં શકાય.
કાપડ નેપકિન્સને બદલે સારી ક્વૉલિટીના પેપર નેપકિન્સ વાપરવાના રહેશે. વ્યકિત વચ્ચે છ ફૂટનું અંતર જરૂરી છે.
વૃદ્ધો, ગર્ભવતીઓ, બાળકોને નહીં જવા સૂચન.
રેસ્ટોરાંના સ્ટાફે હાથ-મોંઢુ ઢાંકીને કામ કરવું પડશે.
સ્ટાફ અને અતિથિઓને પ્રવેશની મંજૂરી ફકત ત્યારે જ આપવામાં આવે ત્યારે ચહેરા પર માસ્ક પહેર્યેા હોય.
સાથે લાવેલા સામાનનું સેનેટાઇઝેશન કરવામા આવશે.