દિવ્યાંગજનોના જીવનમાં કૃત્રિમ અંગ થકી નવી આશાનો થયેલો સંચાર…રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા નિઃશુલ્ક કૃત્રિમ અંગોનું થયું વિતરણ

રોટરી ક્લબ સુરત ઇસ્ટ અને રોટરી ક્લબ ઈમારી ડ્રુડ હિલ્સ ( એટલાન્ટા) ના સંયુક્ત ઉપક્રમે આજરોજ તા. 10/10/2020 શનિવારનાં રોજ દિવ્યાંગોને કૃત્રિમ હાથપગ અર્પણનાં કાર્યક્રમનું ઉદ્ઘાટન થયેલ છે, જેમાં અધ્યક્ષ સ્થાને મેયર શ્રી ડો.જગદીશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, કાર્યક્રમનું સૌજન્ય રો. ચતુરભાઈ સભાયા કે જેઓ રોટરી ક્લબ ઈમોરી ડ્રુડ હિલ્સ (એટલાન્ટા)ના પ્રમુખ દ્વારા પ્રાપ્ત થયેલ છે.

આ કાર્યક્રમમાં નારાયણ સેવા સંસ્થાન ની ટીમ દ્વારા દિવ્યંગોને અંગો ફીટ કરવામાં આવેલ. 117 જેટલા લાભાર્થીઓ ને 153 અંગો ફીટ કરવામાં આવેલ. કૃત્રિમ અંગો થી દિવ્યાંગજનો ની જીંદગી માં ઘણો સુધારો થઈ શકે છે અને તેઓ પોતાની દૈનિક ક્રિયા તેમજ કાર્ય ખુબ સારી રીતે કરી શકે છે.

જેઓ હાથ અથવા પગ વગર જીદગી વિતાવે છે એમના માટે આ કૃત્રિમ અંગો વરદાન સ્વરૂપ છે. કાર્યક્રમમાં ઉદ્ઘાટક રોટરી ડીસ્ટ્રીકટ 3060 ના ગવર્નર રો.પ્રશાંત જાની તેમજ મહેમાન તરીકે ચેમ્બર ઓફ કોમર્સનાં નવનિયુક્ત પ્રમુખ શ્રી દિનેશભાઈ નાવડિયા અને ખજાનચી મનીષ કાપડિયા ઉપરાંત શ્રી અગ્રણી ઉદ્યોગપતિ શ્રી હિંમતભાઈ ધોળકિયા, શ્રી મુકેશભાઈ ચોવટિયા ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમ નું સંકલન રો.પ્રેસિડેન્ટ રો.ડો.જગદીશ વઘાસીયા, રો. કેતન પટેલ ,આઈ.પી.પી. રો. કિશોર બલર અને રો.રીનેશ ભીમાણી ના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ ચરમેન રો.ચિંતન પટેલ અને રો.કીર્તિ પટેલ દ્વારા કરવામાં આવેલ અને સહયોગી સંસ્થા રોટરેકટ ક્લબ ઓફ સુરત ઇસ્ટ, રોટરેકટ ક્લબ ઓફ કર્ણભૂમિ સુરત ઇસ્ટ અને ઇનર વ્હીલ કલબ ઓફ સુરત ઇસ્ટ રહ્યા હતા.

રોટરેકટ ક્લબ ઓફ સુરત ઇસ્ટ ના પ્રમુખ રો. પ્રતિક વસોયા અને રોટરેકટ ક્લબ ઓફ કર્ણ ભૂમિ સુરત ઇસ્ટ ના પ્રમુખ રો. નિકુંજ હિરપરા તેમની ટીમે સમગ્ર કાર્યક્રમ ની જવાબદારી સંભાળેલ. ઇનર વ્હીલ ક્લબ ના પ્રમુખ શ્રીમતિ વીનાબેન પટેલ પણ અત્રે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ તા. 10 અને 11 શનિ અને રવિવાર બે દિવસ ચાલનાર છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *