કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી પછી હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તે હોમ ક્વૉરન્ટાઇન થયા છે.
ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત્ છે. જેમાં રાજનેતા પણ તેની ઝપેટમાં આવી રહ્યા છે.શંકરસિંહનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેમની સાથે રહેલા અને સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરાશે.
છેલ્લા કેટલાક દિવસથી તેમની તબિયત ખરાબ રહેતી હતી. બે ત્રણ દિવસ પહેલા તાવ આવ્યો હતો અને કાલે રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો છે. હાલ તેમને કોરોના પોઝિટિવ આવતા વસંત વગડામાં જ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

તેમને કોઇ મોટા લક્ષણ ન હોવાથી હોમ આઇસોલેટ થવા માટેની આરોગ્ય તંત્રએ મંજૂરી આપી છે. તેમણે બે દિવસ પહેલા એક પત્રકાર પરિષદ સંબોધી હતી. કોરોના દરમ્યાન સતત તેઓ અલગ અલગ વિસ્તારમાં લોકો વચ્ચે ફર્યા હતા.
રાજ્યસભા ચૂંટણી બાદ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ NCPના નેશનલ જનરલ સેક્રેટરી અને પાર્ટીના સભ્ય પદેથી રાજીનામું આપી દીધુ હતું. શંકરસિંહ વાઘેલાએ ટ્વિટર દ્વારા આ વાત જણાવી હતી.
ટ્વિટર પર એક પત્ર અપલોડ કરીને રાજીનામાની જાહેરાત કરી હતી. શંકરસિંહ વાઘેલએ એનસીપીના રાષ્ટ્રીય મહામંત્રી અને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું.