જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેના અને પોલીસ સતત આતંકવાદીઓનો સફાયો કરવામાં લાગી છે. રવિવારે શ્રીનગરના એક વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થયો હતો. જેમાં 3 આતંકવાદીઓને ઠાર મરાયા હતા.
આ મામલે જાણકારી આપતા આઈજી કાશ્મીર જોન વિજય કુમારે કહ્યું કે ‘હું સુરક્ષા દળોને ધન્યવાદ આપું છું. કારણ કે ઈતિહાસમાં પહેલીવાર ચાર આતંકવાદી સંગઠનોના પ્રમુખોને ભારતીય સેનાએ માત્ર ચાર મહિનામાં જ ઠાર માર્યા હતા. જેમાં લશ્કરે-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, હિજબુલ મુજાહિદ્દીન અને અંસાર ગજવત-ઉલ હિન્દના પ્રમુખો સામેલ છે.આ વર્ષે 106 આતંકવાદી ઠાર માર્યા છે. અમારો હેતુ જમ્મુ-કાશ્મીરમાં શાંતિ જાળવી રાખવાનો છે. આ માટે સુરક્ષાબળો સતત ઓપરેશન ચલાવી રહ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે કુલગામમાં શનિવારે (20 જૂન)એ એક આતંકવાદીએ ઠાર મરાયો છે. બે આતંકવાી હથિયાર છોડીને ભાગી ગયા હતા. જેમાં એક પાકિસ્તાની આતંકવાદી છે. આ આઈઈડી એક્સપર્ટ હોવાનું માનવામાં આવે છે.
તેમણે કહ્યું કે, જે આતંકવાદી ઠાર મરાયો છે તેની પાસમે એમ-4 અને એકે-47 રાઈફલ મળી હતી.વિજય કુમારના કહેવા પ્રમાણે આજે અમને માહિતી મળી હતી કે શ્રીનગરમાં કેટલાક આતંકી એક ઘરમાં સંતાયા છે. ત્યારબાદ પોલીસ અને સીઆરપીએફના જવાનોએ ઘેરાબંધી કરી હતી. સાથે જ વિસ્તારના સંભ્રાંત લોકોને બોલાવીને આતંકવાદીઓને સમર્પણ કરવાની અપીલ કરી હતી.
આમ છતાં પણ આતંકવાદીઓ માન્યા નહીં. જેથી અમારા જવાનોએ કાર્યવાહી શરૂ કરીને ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.રવિવારે શ્રીનગર એન્કાઉન્ટરમાં ઠાર થયેલા 3 આતંકવાદીઓ પૈકી 2ની ઓળખ થઈ ચૂકી છે. જ્યારે એક આતંકવાદીની તપાસ ચાલું છે. આઈજી વિજય કુમાર કહ્યું કે શ્રીનગર ઓપરેશમાં સુરક્ષાદળોને કોઈ નુકસાન થયું નથી. આ વિસ્તારમાં લોકોને પણ કોઈ પ્રકારની ક્ષતી થઈ નથી. આ માટે ભારતીય સેનાને અભિનંદન આપું છું.