ભગંદર … શરીરના બીજા ભાગમાં જેમ ગુમડુ થાય છે તેમ કોઇવાર સફરા ( ગુદાની અંદર કે આસપાસના ભાગ ) માં ગુમડુ થાય પછી તે ઘણાં દિવસ સુધી મડતુ નથી. અને અંદરને અંદર ફેલાયા કરે છે . તેને ભગંદર કહે છે . ભગંદરનો અર્થ થાય છે ચીરા જેવું ઊંડુ કાણું .
કારણઃ સ્થાનિક ઇજા થવી કે વાગવું ; સતત ધોડેસ્વારી કરવી ; કઠણ ખોરાકનો કેટલોક ભાગ આંતરડામાં ચોટી જવો; કોઇ નક્કર પદાર્થ આંતરાડમાં ખૂંપી જવો; સફરામાં ચાંદુ પડવું; અતિ ઠંડી જગ્યા ઉપર વધુ પડતુ બેસવું; લોહીવિકાર; શરીરોમાં ગરમી હોવા છતા અતિ દુઃસહ્ય ગરમ ઔષધો લેવા, અતિ જાગરણ, તુરા અને લુખા પદાર્થોનું અતિસેવન વગેરે કોઇપણ કારણથી કુપિત થયેલો વાયુ ગુદાના પ્રદેશમાં ફોલ્લીઓ ઉત્પન્ન કરે છે. તેની બરાબર માવજત ન કરી , બેદરકારી રાખવાથી પહેલા ગુમડુ થાય છે અને પછી તેમાંથી ભગંદર થાય છે.
ચિન્હો : ગુદા અને મૂત્રાશયના વચમાં પીડા કરનારી અને ચારાયેલી ફોલ્લીઓ થાય છે. પછી તે ફુટી ગુદા, બસ્તિ અને ભગમાંકાણું પાડે છે તેને ભગંદર કહે છે. કેટલાક ભગંદરને અંદર આંતરડામાં અને બહાર ત્વચા ઉપર એમ બે કાણાં હોય છે. તેને પૂર્ણ ભગંદર કહે છે. કેટલાકને માત્ર એક મોટું અંદર કે બહાર હોય છે . તેને અપૂર્ણ ભગંદર કહે છે. બહારના મોઢાવાળુ બહિર્મુખી અને અંદરના મોઢાવાળુ અંતર્મુખી કહેવાય છે. સફરા નજીક થયેલુ ગુમડુ પાકીને ફુટ્યા પછી બરાબર રૂઝાઇને મટતુ નથી. અને તેનુ મોટુ ઉધાડુ અને અંદરનો ભાગ પોલો રહે છે. ઘણાં સમય સુધી અંદરથી પરુ નીકળ્યા કરે છે.
અને નવા અંકુરો આવીને ગુમડુ રૂઝાતુ નથી. કોઇ કોઇવાર તો મોઢું બંધ થઇ જાય છે. તો પણ થોડાક દિવસ પછી બીજી જગ્યાએ નવું મોટું થાય છે. ભગંદરનો રસ્તો કોઇ કોઇવાર તો છેક જાંધ સુધી સીધો કે વાંકોચૂંકો હોય છે . અને અંદરથી દુર્ગધ મારતુ પરુ સતત કે સમયાંતરે નીકળ્યાં કરે છે.ભગંદર બહુ ભયંકર દરદ છે . દેશી ઉપચારોથી કાબુમાં ન આવે તો તુરંત સારા ડોક્ટરની સલાહ પ્રમાણે સર્જરી વગેરે કરાવવી .
ઉપચારો : ગુમડુ થાય ત્યારે તેને પકવવાનાને ફોડવાના ઉપાયો કરવા. ઝાડા પેશાબનો ખુલાસો થાય તેવા ઉપચારો કરવા. લોહી સુધારે તેવા ઔષધો લેવા. ચંદનતેલ, નિશાદિતેલ, કરવીર તેલ વગેરે ચોપડવા. ધોળો અજવલો, ઇટ, સૂંઠ, ગળો અને સાટોડીના લેપ. તલ, નસોતર, મોટીદાંતી, ઘી તથા સિંધવનો મધ નાખીને લેપ કરવો. જાસુદના ફુલ, વડના પાન, ગળો, સૂંઠ અને સિંધવનો છાસમાં વાટી લેપ કરવો. હાથીદાંત, અરણી અને હળદરનો લેપ કરવો. તલ, હરડે, લોધર, કડવા લીમડાના પાન, હળદર, વજ, ઉપલેટ અને ધુવાસાનો લેપ કરવો .
આ કરવું નહી : સાદો, પોષ્ટિક અને હલકો ખોરાક લેવો. અપથ્ય દંડ કસરત, સ્ત્રીસંગ, કુસ્તી, ઘોડેસ્વારી, ખેદ, નવાન્ન, ભારે પદાર્થો ..
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…