કોરોના માં રાજ્ય સરકાર ને હાઈકોર્ટ ની ઝાટકણી જાણો શું કહ્યું…

કોરોના માં ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લેતાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને બરાબર ઝાટકી હતી. RTPCR ટેસ્ટનો રિપોર્ટ જલ્દી મળે અને ઓક્સિજનની વ્યવસ્થા ગોઠવવા સહિત જે દર્દીને ઓક્સિજનની જરૂર છે એને દાખલ કરવામાં આવતા નથી, આ સાચું છે?
ઓક્સિજનનું બ્લેકમાર્કેટિંગ થઈ રહ્યું છે, અરેજમેન્ટ જલ્દી કરાવો વગરે મુદ્દા છવાયેલા રહ્યા હતા.

સરકારની અમુક નીતિઓ સામે નારાજગી વ્યક્ત કરતા સુઓમોટો PILની સુનાવણીમાં હાઈકોર્ટે સરકારને કેટલાક સણસણતા સવાલો કર્યા હતા. ત્યારે આજે ફરી હાઈકોર્ટની ઓનલાઈન સુનાવણી શરૂ થઈ છે, જેમા ફરી રેમડેસિવિર ઈન્જેક્શનના મામલે કોર્ટ સરકારને ખખડાવી રહી છે.

સિનિયર એડવોકેટ આંનદ યાજ્ઞિકે રજૂઆત કરતા જણાવ્યું કે, દરેક જિલ્લામાં RTPCR ટેસ્ટ લેબ હોવી જોઈએ તેમજ દરેક મ્યુન્સિપાલિટીમાં પણ ટેસ્ટિંગ ફેસિલિટી હોવી જોઈએ. ટ્રાઇબલ વિસ્તારો જિલ્લામાં RTPCR ની બહુ તકલીફો છે બેડ પણ મળતા નથી. સાથે જ ગ્રામીણ વિસ્તારોમાં ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની સુવિધા ઉભી કરવી જોઈએ, ગામડાઓમાં ડોકટરોની કમી છે જેના પર ધ્યાન આપવું જોઈએ.

જોકે, રાજ્યમાં 1100 મે.ટન જેટલું ઓક્સિજનનું ઉત્પાદન થાય છે. થોડા દિવસો પહેલા હોસ્પિટલોમાં 50 મે.ટનનો જરૂર હતી આજે 730 મે.ટન ઓક્સિજનની આવશ્યકતા છે. આજે ગુજરાતમાં ઉત્પાદિત થતા ઓક્સિજનનનો સંપૂર્ણ જથ્થો મેડીકલ ના ઉપયોગ માટે કરવાનો સરકારે નિર્ણય કર્યો છે

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *