ચૂંટણીમાં એક મતનું શું મહત્વ તે ગુજરાતમાં યોજાયેલી નગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કેટલાક ઉમેદવારોને બરાબરનું સમજાઈ ગયું છે. અહીં ઉમેદવારો એક મત્ર માટે પોતાની જીત ચુકી ગયા હતાં અને ટાઈ પડી હતી. આખરે ચિઠ્ઠી ઉછાળીને ઉમેદવારોની જીત નક્કી કરવામાં આવી હતી.
પરિણામોમાં ઉમેદવારોને એક જ સરખા મત મળતા ચૂંટણી પરિણામો ટાઈમાં પરિણમ્યા હતાં. આખરે ચિઠ્ઠી ઉછાળીને ઉમેદવારોની જીત નક્કી કરવામાં આવી હતી. તેમાં પણ ભાજપે જ બાજી મારી લીધી હતી.
નડિયાદના વસો તાલુકા પંચાયતાની પલાણા બેથક પર જ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી. અહીં ભાજપ અને કોંગ્રેસ એમ બંને પાર્ટીના ઉમેદવારોને એક સરખા જ મત મળ્યા હતાં. એક જ સરખા મત મળતા ફરીથી મતોની ગણતરી કરવામાં આવી હતી.
તેમાં પણ સરખા જ મતો નિકળતા મુંઝવણ ભરી સ્થિતિ ઉભી થઈ હતી. આખરે ચિઠ્ઠી ઉછાળવામાં આવતા કોંગ્રેસના ઉમેદવાર ભાગ્યશાળી નિવડ્યા હતાં. ચીઠ્ઠી ઉછાળવામાં આવતા ભાજપની જીત થઈ હતી.

અહીં મોરબીની આમરણ બેઠક પર પણ કોંગ્રેસ અને ભાજપ બંનેના ઉમેદવારને એક સરખા જ મત મળ્યાં હતાં. જેથી અહીં પણ ચિઠ્ઠી ઉછાળીને જ બે માંથી એક ઉમેદવારની જીતની જાહેરાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ચિઠ્ઠી ઉછાળતા ભાજપના ઉમેદવારનું નામ નિકળતા ભાજપની જીત થઈ હતી.