આપણે પહેલા જાણીએ ગુમડા થવાનું કારણ વાતાદિદોષો કુપિત થઇ ત્વચા, રકત, માંસ અને મદને દૂષિત કરી હાડકા સુધી જઈ ત્વચા ઉપર પીડાયુક્ત નાની ગ્રંથીઓ ઉત્પન્ન કરે છે. તેને ગુમડા કહે છે: રકતદોષથી અને ગરમખાનપાનથી લોહી અશુદ્ધ થતા ગુમડા નીકળે છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમા ગુમડા થાય છે.
ગુમડુ થવાનું હોય તે ભાગમાં લવકારા થાય છે. શરુમાં ફોડકી કઠણ અને નાની જરા આછા રાતા રંગની ચામડીના રંગ જેવી હોય છે. પછી તે ધીરે ધીરે વધીને વટાણા કે સોપારી જેવડી થાય છે. ગુમડુ કોઇવાર પાકે છે. તો કોઇવાર પાકતુ નથીને ધીરે ધીરે બેસી જાય છે. ગુમડુ પાકે ત્યારે તેની પીડાના કારણે કોઇવાર હેજ તાવ આવે છે.
વાયનું ગુમડુ ઢંગધડા વગર પાકે પિત્તનુ તથા લોહીનુ ગુમડુ તુરંત પાકે અને કફનુ ગુમડુ લાંબાગાળે પાકે છે. ગુમડુ પાકે એટલે તેનો રંગ ફરી જાય. અંદર કીડીઓની જેમ ચટકા મારે અને અગ્નિ બળતી હોય તેવી પીડા થાય. તેને ફોડીને દબાવી તુરંત બધુ પરુ કાઢી નાખવું.
ગુમડાને તરત ફોડવાથી તે બીજી જગ્યાએ નીકળે છે. અને પાક્યા પછી સમયસર નહીં ફોડવાથી પણ તેને ચેપ શરીરની અંદર પ્રસરીને ફેલાય છે. ગુમડાને પહેલા પકવવાના, પછી ફોડવાના અને પછી રૂઝવવાના ઉપાયો કરવા.
આવો જાણીએ ગુમડા મટાડવાના ઉપચાર…
ગુમડા ઉપર શેક કરવો તેનાથી કોઇવાર બેસી જાય છે. ન બેસે તો સમુદ્રશોષનુ પાન ( લીલો ભાગ ગુમડા ઉપર રાખવો ) બાંધવાથી ગુમડુ ફુટી જાય છે. અને ફુટ્યા પછી પાનનો અવળો ભાગ જે મખમલ જેવો હોય છે તે બાંધવાથી રૂઝાય જાય છે બહુ પીડા કરતું . હાથીદાંત પાણીમાં ઘસી ગુમડાના મો પર એક બિંદુ મુકવું. હોય તો શસ્ત્રક્રિયા કરાવવી.પછી રૂઝ માટે બોરડીના મુળના ઉકાળાના પાણીથી અથવા ફટકડીના પાણીથી ધોઇ મલમ લગાડવો.
અરણીના પાનનો રસ ચોપડવાથી પણ જલ્દી પાકીને ફુટી જાય છે. – અળસી, ઘઉં, મગ, જવ, ચણ વગેરે ગમે તે એકનો લોટ બાફી તેની પોટીસ બાંધવાથી ગૂમડા પાકીને ફુટી જશે. મોરથુથુ અને સાબુ અથવા ટંકણખાર ઘસી લેપ કરવો. રકતશુદ્ધિ માટે મંજીષ્ટાદિ કવાથ, સારસાપરિલા, સારિવાઘારિષ્ટ, સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ, વરુણાદિધૃત સપ્તાંગગુગળ, ગુગલવટી, ત્રિફળાગુગળ, ચંદ્રપ્રભાવટી , કાંચનારગુગળ વગેરે ખાવા અને માટે દશાંગલેપ, જાત્યાદિધૃત, ગૌરાંગધૃત, વિપરીતમલ્લ તેલ વગેરે ચોપડવા. ઝાડાની કબજીયાત હોય તો હળવો જુલાબ લેવો.
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…