શું તમારા બાળકો ને અછબડા નીકળ્યા છે તો જાણીલો તેને દુર કરવાનો અકસીર ઈલાજ… વાચવા માટે અહી ક્લિક કરો

અછબડા નીકળવાનું  કારણ અછબડાએ વાયરસ જન્ય ચેપી રોગ છે. તે બહુ ભયંકર નથી. મોટેભાગે તે બાળકોને લાગુ પડે છે. એકવાર અછબડા નીકળ્યા પછી ભાગ્યે જ જિંદગીમાં તે બીજીવાર નીકળે છે. પરંતુ કદી અછબડા ન નીકળ્યા હોય તેવા મોટી ઉમરના માણસોને પણ તે નીકળી શકે છે. સામાન્યરીતે બેથી છ વર્ષના બાળકો તેમાં સપડાય છે.અછબડાનાં વા બળીયા સાથે હોય છે.શીતળાની રસી લીધી હોય છતા અછબડા નીકળી શકે છે.

ચિન્હો : ચેપ લાગ્યા પછી આ દરદ દસ પંદર દીવસ સુધી ગુપ્ત રહે છે. છેલ્લા બે ત્રણ દિવસોમાં બાળકોમાં બેચેની વધુ રહે છે. થોડો તાવ આવ્યા પછી તેની શરુઆત થાય છે. અછબડા પહેલા ડોક અને છાતી ઉપર અને પછી ધીમે ધીમે આખા શરીર પર દેખાય છે . મો તથા હાથ ઉપર પ્રમાણમાં ઓછા હોય છે. તેઓ ઘેરા લાલ કે ગુલાબી રંગના અને ચામડીથી ઠીકઠીક ઉપજેલા જણાય છે. બે ત્રણ દિવસ સુધી દરરોજ થોડા થોડા દાણા નીકળ્યા કરે છે.

અને થોડું પાણી ભરાય બાદ કરમાવા માંડે છે. જુના કરમાતા હોય, નીકળેલા ભરાતા હોય અને નવા નીકળતા હોય એ પ્રમાણે નવા જુના દાણાઓનો શંભુમેળો જામેલો રહે છે. છેલ્લામાં છેલ્લું ભીંગડુ ખરી પડે ત્યાં સુધી આ રોગનો ચેપ બીજા બાળકોને લાગે છે. આ હલકા પ્રકારનું દરદ હોવાથી તેમાં ખાસ ઔષધોની જરુર નથી . બાળકને ડેટોલ વગેરેથી નવડાવી સાફસફાઇ ખાસ રાખવી જોઇએ .

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.