મારુતિ વીર જવાન યુવા ટીમ દ્વારા બે દિવસીય સંઘર્ષના સાથી પ્રવાસ કાર્યક્રમમાં કોરોના વોરિયર્સ ને સન્માનિત કરી પ્રોત્સાહિત કરાયા

મારુતિ વીર જવાન યુવા ટીમ દ્વારા સંઘર્ષના સાથી પ્રવાસનું બે દિવસીય ટ્રીટ રિસોર્ટ સેલ્વાસ ખાતે ખુબ જ સુંદર આયોજન થયું. જેમાં 129 સભ્યોએ ભાગ લીધો હતો, આ ટુરનો મુખ્ય ઉદ્દેશ જે સભ્યો એ કોરોના લોકડાઉન સમયમાં કોઈપણ પ્રકારના ડર રાખ્યા વગર દિવસ-રાત અવિરત સેવા આપી હતી એ સભ્યોનું સન્માન સાથે અભિવાદન હતું. તેમને ગ્રુપ કાર્ડ પણ અર્પણ કરાયા હતા. આ આયોજનમાં સંસ્થાનાં પ્રમુખ સ્થાનેથી નનુભાઈ સાવલિયા અને નરેશભાઈ ડોબરીયાની ઉપસ્થિતિમાં આ યુવાટીમને આગળના ભવિષ્ય માટે માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરાયા હતા. યુવા ટીમનાં કરુનેશભાઈ રાણપરિયાના ધારદાર વક્તવ્ય દ્વારા ટીમને આગામી દિશાસુચન અને પરિવારની ભાવના પ્રગટ કરતી લાગણી દર્શાવી ભાવવિભોર કરાયા હતા. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે તમામ સભ્યોએ મન મૂકીને આનંદ તો માણ્યો સાથે સાથે સંસ્થાનાં આઈકાર્ડ વિતરણ કરી કરેલા કાર્યને બિરદાવવા માટેનું સુંદર અને અનોખું આયોજન પણ થયું હતું. જેઓએ સેવા કરી હોય પરંતુ કાર્યક્રમ સ્થળે આવી ના શક્યા હોય એમને નજીકના દિવસો માં સુરત સ્થિત કાર્યક્રમ યોજીને કાર્ડ વિતરણ કરવામાં આવશે.

દરેક સ્વયંસેવક મિત્રોની આર્થિક પરિસ્થિતિ સરખી હોતી નથી. ઘણા સ્વયંસેવક સભ્યો મધ્યમ પરિવારમાંથી આવતા હોવાથી તેમના ભવિષ્યની સંસ્થા દ્વારા ચિંતા કરીને સર્વાનુમતે એક અલગ આર્થિક વ્યવસ્થાની સ્થાપના કરવામાં આવી છે. જેમાં દરેક સભ્યોએ મહિનાના 300 ની રાશિ ફરજીયાત આપી ને એક બેલેન્સ કરી સભ્યોને આવતી આપતકાલીન પરિસ્થિતિમાં આકસ્મિક હોસ્પિટલ અને દુઃખદ અવસાન સમયે શરતો અનુસાર મદદરૂપ-સહાયરૂપ બનવાનો નિર્ણય લીધો છે.

મારુતિ વીર જવાન ટ્રસ્ટ યુવા ટિમમાં નવા યુવાનોને સેવાના ઉદેશ થી જોડાવું હોય તો તેવા યુવાનોને તે અંતરથી આવકારે છે. આ યોજના પ્રયાણનાં પ્રથમ દિવસે જ સેવાપ્રેમી- રાષ્ટ્રપ્રેમી ટ્રસ્ટના પ્રમુખશ્રી નનુભાઈ સાવલિયાના સુપુત્ર પિતાના વિચારોના સમોવડા હિરેનભાઈ સાવલિયા દ્વારા 2,51,000 રૂ., સંસ્થાના ટ્રસ્ટી મિથિલા હાઈટ્સ (અનોખી પહેલ ગ્રુપ) નરેશભાઈ ડોબરીયા દ્વારા 2,51,000 રૂ., સૌ પ્રથમ આ વ્યવસ્થાનાં વિચારક અને યુવાટિમનું મજબુત રીતે પ્રતિનિધિત્વ કરનાર ટિમ લીડર કરૂણેશભાઈ રાણપરીયા દ્વારા 1,00,000 રૂ તેમજ સૌને સાથે લઈ ને ચાલનાર વિચારક જીતુભાઈ શેલડીયા દ્વારા 51000 રૂ., વિધાતા ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ બંટીભાઈ ધામેલીયા દ્વારા 21000, શ્રીજી ગ્રુપ વિતરણ વ્યવસ્થાના મિત્રો દ્વારા 21000 તેમજ પરમેશભાઈ દિયોરા 21000, સાંઈ ફોટો 11000, આશિષ ચોવટીયા 11000, નિર્મેશ કથીરિયા 11000, પરિમલ સંઘાણી 11000, સંજયભાઈ હિરાણી 11000, ચેતનભાઈ ગાજીપરા 5100 જેવી રાશિ વ્યવસ્થાના ભાગરૂપે અર્પણ કરીને આ વિચાર વ્યવસ્થાને વેગવંતી કરી છે.

આ કાર્યક્રમ સફળ બનાવવા માટે મારુતિ વીર જવાન યુવા ટીમનાં એન્જીન ગણાતા હિતેશભાઈ ગોયાણી, હિતેશભાઈ ભીકડીયા, પ્રદીપભાઈ લખાણી, સંજયભાઈ પટોળીયા, જીતુભાઈ શેલડીયા તેમજ ટીમનાં તમામ સભ્યોએ સાથ સહકાર આપી શિસ્તતા સાથે બે દિવસીય અનેરો આનંદ માણ્યો હતો. આ કાર્યક્રમમાં જુદી જુદી ઇન્વેન્ટ જેમકે પપેટ શો, મેજીક શો, જુદા જુદા પ્રકારની રમતો, મ્યુઝિયમ ઇવેન્ટ્સ, ડાન્સ પાર્ટી અને સમયાંતરે સુંદર ભોજનનું આયોજન થયું હતું. સભ્યોએ બેદિવસીય આ ટુરમાં સંપૂર્ણ રિલેક્સ થઈ જીવનભર યાદ રહે એવી યાદગાર પળો માણી હતી. તેમના માટે આ ટુર જીવનની યાદગાર પળોમાંની એક પળ બની રહે તેવી મોજમસ્તી સાથે હરહંમેશ જીવનમાં સંભારણું બની રહે એવી કરાવી હતી.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.