નકલી ઓક્સિમીટર એપ તમને બનાવે છે મૂર્ખ, તમારું એકાઉન્ટ થઇ શકે છે સફાચટ્ટ…!! જાણો અહીં અને બીજાને જાગૃત કરો…!!

ઇન્ટરનેટ પર કેટલીક લિંક્સ તમારા ઓકિસજન સ્તરને તપાસવા માટે નકલી મોબાઇલ ઓક્સીમીટર એપ્લિકેશન પ્રદાન કરવાની જાહેરાત કરી રહ્યા છે. સાયબર ગુનેગારોએ કોવીડ સંબંધિત એપ્લિકેશનો બનાવવાનું શરૂ કર્યું છે. જે શરીરમાં ઓકિસજનનું સ્તર ચેક કરે છે. લોકો આવી એપ્લિકેશન મફતમાં ડાઉનલોડ કરે છે અને તેમને લાગે છે કે તે ઝડપી અને સસ્તું છે.

પરંતુ આવી એપ્લિકેશનોથી ઓકિસજનના સ્તરની તપાસ કરવી ખૂબ જોખમી છે. એકવાર વપરાશકર્તાઓ એપ્લિકેશનને ડાઉનલોડ કર્યાપછી, તે ઓકિસજન સ્તરને તપાસવા માટે ફોન લાઇટ, કેમેરા અને ફિંગર પ્રિન્ટ સ્કેનરનો ઉપયોગ કરે છે.

જ્યારે તમે એપ ઇન્સ્ટોલ કરો છો ત્યારે એપ્લિકેશન તમારા કોન્ટેક, ફોટો, ફાઈલ મેનેજરનો એક્સેસ કરવાની પરવાનગી પણ પૂછે છે. ફિંગરપ્રિન્ટ સ્કેનરની મદદથી, હેકર્સ ડેટાને ખુબ જ સરળતાથી એકસેસ કરવામાં સક્ષમ હોય છે. આ રીતે ડેવલોપર્સ એપ્લિકેશનો ડાઉનલોડ કર્યા પછી વપરાશકર્તાઓને મૂર્ખ બનાવે છે. આવી એપ્લિકેશનો એસએમએસ ઇનબોકસ પણ વાંચી શકે છે.

જેમાં તમારા બેંક એકાઉન્ટ ટ્રાંઝેકશન અને ઓટીપીનો પણ હેકર્સ ઉપયોગ કરી શકે છે. એપ્લિકેશન્સ વ્યકિતગત માહિતીને ચોરી ગૂગલપે, ફોનપે, પેટીએમ વગેરે માટે ઉપયોગમાં લેવામાં આવતા તમારા ફિંગરપ્રિન્ટ ડેટાનો ઉપયોગ કરે છે અને આ રીતે તે, તમને નુકસાન પણ પહોંચાડી શકે છે. કોઈ કપટી દાવા કરે તેવી કોઈ પણ એપ્લિકેશનને કયારેય ડાઉનલોડ કરશો નહીં.

ઓક્સિમીટર કઈ રીતે કાર્ય કરે છે તે વિષે વપરાશકર્તાઓએ જાગ્રતા રહેવું જોઈએ. ઓક્સિજન લેવલ માપવા માટે કોઈપણ ઉપકરણને ફિઝિકલ બ્લડ ઓક્સિજન સેન્સરની આવશ્યકતા હોય છે અને હાર્ટ રેટ વાંચવા માટે ફિઝિકલ હાર્ટબીટ સેન્સરની આવશ્યક્તા હોય છે. આ સુવિધા બજારમાં મળતા કોઈ પણ સ્માર્ટફોનમાં હોતી નથી. તમે કોઈ પણ એપ ડાઉનલોડ કરો. તે પહેલાં કાળજીપૂર્વક વિચારો અને ઇન્સ્ટોલ કરતી વખતે પરવાનગીઓની સમીક્ષા કરો.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.