ગાંધીનગર માં ટીચર્સ યુનિવર્સિટીમાં પરીક્ષા ની ફી રૂ. 150 માંથી સીધી રૂ. 1000 કરી દેવાતાં વિદ્યાર્થીઓ નો વિરોધ…

હવે તો અન્યાય સામે આંદોલન કરવું હોય તો પણ વિચારવું પડે તેવો ઘાટ છે,ગાંધીનગર માં ત્રણ ઘણી ફી વધારી દેવાનો વિરોધ કરનાર વિદ્યાર્થીઓ નું આંદોલન તોડવા પોલીસે પાવર વાપર્યો હોવાના ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે.

હાલ ગાંધીનગર ની ટીચર્સ યુનિવર્સિટીના બીએસસી, બી એડના અને બીએ બી એડના 150 જેટલા વિદ્યાર્થીઓ હડતાળ પર ઉતર્યા છે.વિદ્યાર્થીઓ નું કહેવું છે કે હોસ્ટેલ અને મેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ 30,000 હતો જે હવે 40,000થી 45,000 કરી દીધી છે, પરિક્ષા ફી પણ 150 હતી જે 500-1000 રૂપિયા કરી દીધી છે અને સ્કોલરશીપ ના મળતી હોવાથી વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ગાંધીનગરમાં આવેલ ટીચર્સ યુનિવર્સિટીમાં અલગ-અલગ મુદ્દાઓને લઈને વિદ્યાર્થીઓ 2 દિવસથી વિરોધ કરી રહ્યા છે, ત્યારે વિરોધ કરી રહેલ વિદ્યાર્થીઓનું આંદોલન તોડવા યુનિવર્સિટી તરફથી પ્રયાસ કરાઈ રહ્યા છે અને ન્યાય માંગી રહેલા વિદ્યાર્થીઓની પોલીસ અટકાયત કરીને પોલીસ સ્ટેશન પણ લઈ ગયા હતા અને ત્યાં તેમને ધમકાવીને હોસ્ટેલ પર પરત મોકલી દેવામાં આવ્યા હતા, હજુ પણ 5 વિદ્યાર્થીઓ પોલીસ સ્ટેશન માં રાખવામાં આવ્યા છે જેથી અન્ય વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ ઉપર ઉતરી ગયા છે.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.