પટેલ સમાજના બ્રેન્ડેડ મહર્ષના મોત બાદ પણ ચાર વ્યક્તિને નવજીવન આપ્યું….

સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૨૭મા હ્રદયનું દાન.

કોવિડ 19 ના લોકડાઉન પછી પશ્ચિમ ભારતમાં હ્રદયદાન અને ટ્રાન્સપ્લાન્ટની સૌપ્રથમ ઘટના.

લેઉવા પટેલ સમાજના બ્રેનડેડ મહર્ષ હર્ષદભાઈ પટેલના પરિવારે હૃદય, કિડની અને લિવરનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન બક્ષી,માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.

સુરતથી અમદાવાદનું ૨૮૦ કિ.મીનું અંતર ૯૦ મીનીટમાં કાપીને
હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ૩૫ વર્ષીય મહિલામાં અમદાવાદની સિમ્સ હોસ્પીટલમાં કરવામાં આવ્યું.

દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ જેમણે રાષ્ટ્રઉત્થાન અને યુવાનોના ઘડતરમાં મહત્વનું યોગદાન આપ્યુ છે એવા જાણીતા સમાજ સેવક દિલીપભાઈ દેશમુખ (દાદા)માં અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) માં ડૉ.પ્રાંજલ મોદી કરવામાં આવ્યું છે. જયારે બંને કિડની બે જરૂરિયાતમંદ દર્દીઓમાં IKDRC માં કરવામાં આવશે.

અમદાવાદની સિમ્સ હોસ્પિટલ હ્રદય પહોચાડવા માટે INS હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના ૧3 કી.મી.ના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે સુરત શહેર પોલીસનો સહકાર સાંપડ્યો હતો. એજ રીતે કિડની અને લિવર અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) મોકલવા માટે INS હોસ્પિટલથી અમદાવાદ IKDRC હોસ્પિટલ સુધીના ૨૬૧ કિ.મિ. ના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે સુરત શહેર પોલીસ, સુરત ગ્રામ્ય પોલીસ, ભરૂચ પોલીસ, બરોડા ગ્રામ્ય પોલીસ, આણંદ પોલીસ, અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ શહેર પોલીસનો સહકાર સાંપડ્યો હતો.

ગુજરાતમાંથી અત્યાર સુધી ૩૩ હૃદયના દાન થયા છે જેમાં સુરત માંથી ડોનેટ લાઈફ દ્વારા હૃદયદાન કરાવવાની આ સત્તાવીસમી ધટના છે, જેમાંથી ૨૦ હૃદય મુંબઈ, ૪ હૃદય અમદાવાદ, ૧ હૃદય નવી દિલ્હી, ૧ હૃદય ચેન્નાઈ અને ૧ હૃદય ઇન્દોર ખાતે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૩૬૩ કિડની, ૧૪૭ લીવર, ૭ પેન્ક્રીઆસ, ૨૭ હૃદય, ૪ ફેફસાં અને ૨૬૬ ચક્ષુઓ કુલ ૮૧૪ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૭૪૯ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

ડોનેટ લાઈફ તેમજ સમગ્ર સમાજ સ્વ. મહર્ષ હર્ષદભાઈ પટેલના પરિવારને તેમના આ પવિત્ર કાર્ય થકી સમાજને ઉમદા ઉદાહરણ પૂરું પાડવા માટે નતમસ્તક વંદન કરે છે.

અંગદાન…જીવનદાન…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *