ગુજરાતમાં શિક્ષણનું ખાનગીકરણઃ બે વર્ષમાં 446 પ્રાઇવેટ સામે માત્ર 20 સરકારી શાળાને મંજૂરી

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 446 ખાનગી શાળાઓને મંજૂરી આપી. જ્યારે માત્ર 20 સરકારી શાળાને મંજૂરી આપવામાં આવી છે. તેની સામે 187 સરકારી અને 147 ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મંજૂરી આપી. કોંગ્રેસે ભાજપ સરકાર પર પ્રાથમિક શાળાઓ બંધ કરવાનું અભિયાન ચલાવવાનો આરોપ મૂક્યો છે.

જિલ્લાવાર પ્રાથમિક શાળાઓની વિગત…

શિક્ષણમંત્રીએ વિધાનસભામાં આપી માહિતી…

વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રમાં શુક્રવારે કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રશ્નકાળ દરમિયાન કરેલા સવાલોના જવાબમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ નવી શાળાઓને અપાયેલી મંજૂરીની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં 446 ખાનગી પ્રાથમિક શાળાને અને 20 સરકારી શાળાને મંજૂરી આપવામાં આવી છે. નોંધનીય છે કે રાજ્યમાં 30,842 સરકારી, 570 ગ્રાન્ટેડ અને 10,925 ખાનગી પ્રાથમિક શાળાઓ છે.

ગરીબ વાલીઓને વધુ ફી ભરવા મજબૂર કરવાની નીતિઃ કોંગ્રેસ MLA

ભૂપેન્દ્ર સિંહના જવાબ બાદ કોંગ્રેસના ખેડબ્રહ્માના ધારાભ્ય અશ્વિન કોટવાલે જણાવ્યું કે સરકાર પ્રાથમિક શાળાઓ બંધ કરવાનું અભિયાન ચલાવી રહી છે. કોંગ્રેસે આરોપ મૂક્યો કે સરકારી શિક્ષણના બદલે ખાનગીમાં મોંઘુ શિક્ષણ માટે ગરીબ વાલીઓને લાખો રૂપિયાની ફી ભરવી પડે તેવી સ્થિત ઊભી કરાઇ છે.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.