કોરોનાની મહામારીને લઈ કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલના ટેક્ષ પર વધારો કર્યો છે, સાથે સાથે રાજય સરકારે પણ લૉકડાઉન બાદ રાજય સરકારની આવક ઘટી તેને સરભર કરવા માટે 2 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ અને ડીઝલ પર વધારો કર્યો છેઆ મામલે અર્થશાસ્ત્રીઓએ કહ્યું કે પેટ્રોલ ડીઝલ પરના ભાવ વધારાથી દેશમાં ફુગાવો વધશે.
ભારત સરકારે દેશની જનતાને જવાબ આપવો જોઈએ કે આંતરરાષ્ટ્રીય સ્તરે વર્ષ 2004માં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા તેને લીધે આંતરરાષ્ટ્રીય ખર્ચમાં થયેલા ઘટાડાને લઇ કેન્દ્ર સરકારને કરોડો રૂપિયાની થયેલ બચતને લઈ જવાબ આપવો જોઈએ તેવો મત જાણીતા અર્થશાસ્ત્રીઓએ વ્યક્ત કર્યો છે.
રાજય સરકારને ભાવ વધારાને પરિણામે 1500 થી 1800 કરોડની આવક થવાનો અંદાજ છે, ત્યારે બીજી તરફ કેન્દ્ર સરકારને લૉકડાઉન બાદ 2 લાખ કરોડની આવકમાં ઘટાડો થયો છે. જેને લઇ અર્થતંત્રના નિષ્ણાત ગણાતા હેમંત શાહે કહ્યું હતું કે વર્ષ 2014 માં પેટ્રોલ ડીઝલમાં આયાત ખર્ચમાં ઘટાડો થયો હતો ત્યારે તેમણે ભારત સરકારને સવાલ કર્યો હતો કે 20 લાખ કરોડની બચત થઈ હતી ત્યારે કેન્દ્ર સરકારે કઈ જગ્યાએ ખર્ચ કર્યો તેનો જવાબ જનતાને આપવો જોઈએ. પેટ્રોલ ડીઝલ પર થયેલ ભાવ વધારાથી ફુગાવો વધશે તેમાં કોઈ શંકા નથી.
જયારે બીજા અર્થશાસ્ત્રી નયન પરીખે પોતાનો મત વ્યક્ત કરતા કહ્યું હતું કે, કોરોનાને લીધે સમગ્ર વિશ્વમાં મંદી જોવા મળી રહી છે, ત્યારે
વિશ્વ બેન્કના રિપોર્ટ પ્રમાણે 3 થી 4 ટકા દેશનો જીડીપી ઘટશે.
તેમણે વધુમાં કહ્યું કે જીડીપી ઘટવાને લીધે લોકોની આવક 4 થી 5 ટકા ઘટશે. આ વર્ષે
નોકરી વેપાર ધંધામાં ઘટાડો થવાને લીધે આવક ઘટશે જે આગામી બે વર્ષ દરમ્યાન સરભર થઈ જશે.ક્રૂડના ભાવ ઘટ્યાં હોવા છતાં કેન્દ્ર સરકારે ભાવ ઘટાડાનો દેશની જનતાને લાભ આપ્યો ન હતો.
લૉકડાઉનને કારણે લોકોની આવકમાં ઘટાડો થયો છે, ત્યારે લોકોને રાહત આપવાની જરૂર હતી, તેની જગ્યાએ પેટ્રોલ ડીઝલના ભાવોમાં કરેલા વધારાને અન્યાયી ગણાવ્યો છે. કેન્દ્ર સરકારે બાંધકામ ઉદ્યોગને પ્રોત્સાહન આપવું જોઈએ એટલું જ નહીં, આ સરકારે લોકોના હિતમાં રોજગારી લક્ષી પગલાં લેવા જોઈએ જેથી દેશની ઈકોનોમી ધમધમતી બની શકે.