કોરોનાની બીજી વેવ જેની શહેર થી લઈને ગામડાઓમાં ખુબ મોટી અસર ઉભી થઈ છે શહેરમાં તો સારવારની વ્યવસ્થા મળી રહે છે જ્યારે નાના નગરો અને ગામડામાં રહેતા સંક્રમિત થયેલા સભ્યોને સારવાર માટે ખુબજ તકલીફ થાય છે, સાવરકુંડલા અને આજુબાજુ ગામોનાં સભ્યોને પ્રાથમિક સારવાર મળે એ હેતુથી ઓક્ઝિજન સુવિધાઓ સાથે 25 બેડનું આઈસોલેશન સેન્ટર શરૂ કરાયું છે,
સેવા સંસ્થા- સુરત દ્વારા વતનની વ્હારે અભિયાન દ્વારા ડોક્ટરો અને સ્વંયસેવકો સાત દિવસીય સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે જઈને સેવા આપશે જેના ભાગરૂપે આજે સુરતથી આવેલી ટીમો જેમાની એક ટીમ સંક્રમિત સભ્યોની સારવાર અને યોગ્ય માર્ગદર્શન હેતુથી ડો. ચેતનભાઈ વાઘાણી અને ડો. નરેન્દ્રભાઇ પટેલ એ મુલાકાત લઈ દર્દીઓને તપાસી માર્ગદર્શન આપ્યું હતું, તેમની સાથે મારુતિ વીર જવાન યુવા ટીમ હિતેશભાઈ ગોયાણી, વિશાલભાઈ વસ્તરપરા, સનીભાઈ સોજીત્રા ની સાથે વિપુલભાઈ બુહા, વિપુલ સાચપરા ઉપસ્થિત રહ્યા હતા.
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…