આયુર્વેદના ચરક, સુશ્રત, આર્યભિષક વગેરે પ્રાચીન ગ્રંથોમાં નાડી વિજ્ઞાન સંબંધી ચર્ચા જોવા મળતી નથી. તેથી કહી શકાય કે નાડી જ્ઞાનનો પ્રસાર પ્રચાર પાછળથી થયો હશે. નાડીજ્ઞાન એ આયુર્વેદના નિદાન વિજ્ઞાનનું એક મહત્વનું અંગ છે. તે પ્રાચીન હોય કે અર્વાચીન, પરંતુ તે ઉપયોગી છે એ હકિકત છે. નાડી સંબંધી જ્ઞાન વૈદ્ય અને દર્દી બન્નેને ઉપયોગી થાય છે, આધુનિક ચિકિત્સા વિજ્ઞાનમાં નિદાનના અનેકવિધ સાધનો શોધાતા બહુ ઓછા ડોક્ટરો નાડી જ્ઞાનની મદદ લે છે. એલોપથી ચિકિત્સાપદ્ધતિમાં નાડીશાનને ખાસ મહત્વ આપવામાં આવ્યું નથી, પરંતુ આયુર્વેદમાં નાડીશાનને બહુ મહત્વ આપવામાં આવ્યું છે.
આપણાં શરીરમાં વાત, પિત્ત અને કફ પૈકીના ક્યા દોષની અધિકતા છે તે નાડીશાનથી જાણી શકાય છે. જે દોષની અધિકતા હોય તેનું શમન કરે તેવા આહાર વિહાર લેવાથી વગર દવાએ થોડા વખતમાં સામાન્ય રોગોમાં રાહત થઇ જાય છે. જે દોષની અધિકતા હોય તેનું શમન કરે તેવી દવા લેવી વધુ હિતાવહ છે. દા.ત. શરદીના કારણે માથું દુઃખતું હોય તો માથે સુંઠનો લેપ કરવો, ગરમ પાણીમાં બામ નાખીને નાસ લેવો વગેરે હિતાવહ છે. પરંતુ જો . ગરમીના કારણે માથુ દુ:ખતુ હોય તો ઉપરની દવાથી રોગમાં રાહત થવાના બદલે તે ઉલટાનો વકરે છે. ગરમીના કારણે માથુ દુઃખતું હોય તો માથે ઠંડા પોતા મુકવા, દુધી કે કાળી માટીની પોટીસ બાંધવી, ઠંડા પાણીથી સ્નાન કરવું વગેરે હિતાવહ છે. કેટલાક રોગ વાયુજન્ય, કેટલાક પિત્તજન્ય અને કેટલાક કફજન્ય છે
શરીરમાં જયાં સુધી વાત , પિત્ત અને કફ ત્રણેય સરખી માત્રામાં રહે ત્યાં સુધી કોઇ રોગ થતો નથી , પરંતુ કોઇ એક દોષની માત્રામાં વધઘટ થવાથી રોગ જન્મે છે.નાડીજ્ઞાનથી ક્યા દોષની માત્રા વત્તા ઓછી થઇ છે તે જાણી શકાય છે . – નાડી વિજ્ઞાન વિશે ‘ નાડી જ્ઞાન તરંગીણી ‘ વગેરે કેટલાક સ્વતંત્ર ગ્રંથો પણ રચાયા છે . નાડી જ્ઞાન મુખ્યત્વે અનુભવનો વિષય છે . છતા સામાન્યજ્ઞાન ખુબ સહાયરૂપ થાય છે . નાડી જ્ઞાન વિશે ઘણું લખાણું છે.પરંતુ અત્રે નાડીશાનનો ટૂંકો પરિચય મેળવીએ.
વૈધે પુરુષના જમણાં અને સ્ત્રીના ડાબા હાથની નાડી જોવી, ના , જોતી વખતે દર્દી અને વૈઘ બને પ્રસન્નચિત્ત હોવા જોઈએ . જમીને ઉઠવાની નિદ્રાધીન તથા ઊભેલી વ્યકિતની, તેલ મર્દન કરેલાની સ્નાન કરેલાની. કામાતુરની તથા ભૂખ કે તરસથી પીડાતી વ્યકિતની નાડીનું બરાબર નિદાન બેસીને નાડી નિદાન કરવું કરાવવું. સામાન્યરીતે ભૂખ્યા પેટે નાડી નિદાન થઇ શકતું નથી. તેથી વૈઘ અને દર્દી બન્ને શાંતચિત્ત થાય ત્યારે પલાઠી વાળીને ખૂબ કામ કરીને થાકેલાની, દોડીને હાંફ ચડી હોય તે સમયે નિદાન ન કરી શકાય .નિદાન કરતી વખતે દર્દીના હાથને હલવા દેવો નહીં.
અંગુઠાના મુળ ભાગ પાસે વૈધે જમણા હાથની પહેલી ત્રણ આંગળીયો ટેકવવી. પ્રથમની આંગળી નીચે વાતનાડી, બીજી આંગળી નીચે પિત્તનાડી અને ત્રીજી આંગળી નીચે કફનાડી વહે છે. તેમાં જે દોષ બળવાન હોય તેની નાડી તે દોષની ગતિને ધારણ કરે છે. અર્થાત્ જો વાયુ અધિક હોય તો પહેલી આંગળી નીચે પિત્ત અધિક હોય તો બીજી અને કફ અધિક હોય તો ત્રીજી આંગળી નીચે નાડી ફુટ ( થડકારા ) થાય છે. વાયુ તથા કફ અધિક હોય તો પહેલી અને ત્રીજી આંગળીની મધ્યમાં નાડી સ્કુટ થાય છે.પિત્ત તથા કફ અધિક હોય તો બીજી અને ત્રીજી આંગળી નીચે નાડી ફુટ થાય છે. ત્રણે દોષની અધિકતા હોય તો ત્રણેય આંગળીયો નીચે નાડી ફુટ થાય છે. વાયુના પ્રકોપમાં નાડી સર્પ,જળો વગેરેની પેઠે વાંકી ચાલે છે . પિત્તના પ્રકોપમાં નાડી દેડકા તથા કાગડાની પેઠે ઠેકતી ચાલે છે.
કફ પ્રકોપમાં નાડી મોર કે હંસની પેઠે મંદમંદ ગતિએ ચાલે છે. ત્રણે દોષના પ્રકોપથી નાડી ઉતાવળી એટલે કે વિપરીત ગતિએ ચાલે છે, વાયુ અને પિત્તના પ્રકોપમાં વાંકી અને ઠેકતી ચાલે છે. વાયુ અને કફના પ્રકોપમાં વાંકી અને ધીમી ચાલે છે. પિત્ત અને કફના પ્રકોપમાં ઠેકી ઠેકીને ધીમી ચાલે છે . કામવેગ કે ક્રોધના વેગથી ઉતાવળી ચાલે છે. ચિંતા તથા ભયને લીધે ક્ષીણ થયેલી ચાલે છે. અને સક્રિપાતમાં નાડી ઝાટકા દેતી અતિવેગથી ચાલે છે. ભૂતપ્રેતાદિક વગેરેના વળગાડમાં નાડી અનિયમિત ચાલે છે. જે નાડી થોભીને ચાલતી હોય, સ્થાનથી ભ્રષ્ટ થઇ હોય, અત્યંત ક્ષીણ અને શીતળ થઇ ગઇ હોય તે નાડી પ્રાશનો નાશ સૂચવે છે.
તાવના કોપમાં નાડી ગરમ અને વેગવંતી હોય છે , મંદાગ્નિ , ધાતુક્ષીણતા વગેરેમા નાડી બધું જ ધીમી ચાલે છે.ભૂખ્યાની નાડી ચપળ તથા હલકી , તૃષાતુરની સ્થિર , લોહી વિકા૨ વાળાની ગરમ તથા ભારે , આમ રોગીની અત્યંત ભારે , જન્મેલાની મંદ પરંતુ તૃપ્ત થયેલી . નિરોગીની નાડી ધીમી અને બળવાન ચાલે છે. લોહીની અધિકતામાં નાડી વેગવંતી અને ચરબીની અધિકતામાં મંદ ચાલે છે. નાડી જ્ઞાનમાં અનેક મતમતાંતરો છે. પરંતુ અભ્યાસ અને અનુભવના આધારે નાડીથી રોગ કદાચ પુરેપુરી ન પકડાય છતા તેનો અંદાજ જરુર આવી શકે છે. કુશળ વૈઘ નાડીને આધારે સચોટ નિદાન પણ કરતા જોવા મળે છે. આવા જ એક અનુભવી વૈઘ બોટાદમાં મહમદચાચા હતા.તેઓ પણ નાડીજ્ઞાનમાં માસ્ટર હતા.ફોટા પડાવ્યા વિના સારામાં સારા ડોકટરો પણ નિદાન કરી ન શકે તેવા રોગોમાં પણ તેઓ એકસ રે કે બીજા કોઇપણ પ્રકારના ફોટાની મદદ વિના તથા બીજી કોઇપણ લેબોરેટરી કરાવ્યા વિના સચોટ નિદાન કરતા .
સામાન્યજ્ઞાન મેળવીને સુંઠના ગાંગડે ગાંધી બનવા નીકળેલા અધકચરા જ્ઞાનવાળાના કારણે સમગ્ર શાસ્ત્ર વગોવાય છે . તેમાં શાસ્ત્રનો દોષ નથી . નાડીજ્ઞાન હદયના ધબકારા અને લોહીના પરિભ્રમણની ગતિ જાણવામાં ખૂબ મદદરુપ થાય છે . સામાન્યરીતે નાડીની ગતિ નીચે મુજબ હોય છે . ઉમર એક મિનિટમાં નાડીના ધબકારા ગર્ભસ્થ બાળક ૧૪૦ થી ૧૫૦ તુરંતનુ જન્મેલ બાળક ૧૩૦ થી ૧૪૦ પહેલા વર્ષમાં ૧૧૫ થી ૧૩૦ બીજા વર્ષમાં ૧૦૦ થી ૧૧૫ ત્રીજા વર્ષમાં ૯૫ થી ૧૦૫ ૪ થી ૬ વરસ ૯૦ થી ૧0 ૭ થી ૧૪ વરસ ૮૦ થી ૯૦ ૧૪ થી ૨૧ વરસ ૭૫ થી ૮૫ ૨૧ થી ૫૦ વરસ ૭૦ થી ૭૫ ૦ વરસ પછી ૫૦ થી ૬૫ હોય છે.