શું આપને મસા છે ?? તો આયુર્વેદ મુજબ અપનાવો આ ઉપાય ૧૦૦% જડમૂળ માંથી થશે દુર થશે મસા….

જે કારણથી હરસની ઉત્પત્તિ થયાનું જણાય છે કારણ દૂર કરવાનો ઉપાય કરવો. સાદો અને હળવો ખોરાક લેવો. ગરમ મસાલાવાળા પદાર્થો ખાવા નહીં. ઝાડાના ખુલાસા માટે મળશુદ્ધિ ચૂર્ણ લેવું. બેઠાડુ જીવનનો ત્યાગ કરીને હરવા ફરવાનું વધુ રાખવું. કબજીયાત ન રહે તેમ કરવું. કુશળ ડોક્ટર પાસે શસ્ત્રક્રિયા કરાવીને હરસ, મસા કઢાવી નાખવા અધેડાના બીઆનો કલ્ક ચોખાના ધોવરામણમાં લેવો . તલ વાટીને માખણમાં ખાવા. સુરણઘીમાં તળીને ખાવું.

હરસવાળાને છાસ અમૃતસમાન છે. તેથી તાજી ઘાટી છાસમાં મીઠું કે સીંધાલુણ નાખીને પીવી. તેનાથી બળ અન અગ્નિમાં વધારો થાય છે.. હરસમાંથી લોહી પડતું અટકાવવા નાગકેસર, કાળાતલ અને માખણ સાથે મીલાવીને સવાર સાંજ ખાવું. મુળાનો રસ સાકર નાખીને સવારસાંજ પીવો. ઇસબગુલ રાત્રે પાણીમાં પલાળીને સાકર નાખી શરબત કરીને પીવું. રતાંદળી, કરીયાતુ, લાલ ધમાસો, મોથ, દારુહળદર, વાળો અને લીમડાની છાલનો કવાથ પીવો. એલચી -૧ , તજ -૨,તમાલપત્ર -૩, નાગકેસર -૪, મરી -૫, પીપર -૬ અને સુંઠ તોલો એક લઇ ચૂર્ણ કરી તેટલી સાકર નાખી આ ચૂર્ણ યોગ્ય માત્રામાં ( એક એક ચમચી ) માખણ સાથે સવાર સાંજ લેવું .

સુરણનુ શાક , પુરી વગેરે કરીને ખાવું.હરસ માટે એ અકસીર દવા છે . હરડેનુ ચૂર્ણ જુના ગોળ કે છાસ સાથે લેવું . . સરસવના બીજ , ભાંગ , ખાખરાના બીજનો માવો તથા બકાનના બીજ સરખે ભાગે લઇ વાટીને તેનું ચૂર્ણ કરીને યોગ્ય માત્રામાં માખણ સાથે સવાર સાંજ ૪૦ દિવસ લેવું . ખોરાકમાં ફકત દુધ ભાત ખાવા .આંબાહળદર અને ફટકડીની પાણીમાં થેપલી કરીને હરસ ઉપર બાંધવી .  ગધેડાની લાદની રાખ લીંબોળીના તેલમાં મલમ કરીને ચોપડવી .  મસા ઉપર ઘોડાનો વાળ કે રેશમનો દોરો બાંધવાથી મસો ખરી પડે છે . શંખજીરુ , કલાઇ , સફેદો , ફટકડી , હળદર અને સુરોખાર માખણમાં મેળવી લેપ કરીને ચોપડવું . અને ફટકડીના પાણીથી મળદ્વાર ધોવો . વાવડીંગ , ઝેર કોચલા અને ભાંગનો ભૂકો કરી તેની ધૂણી દેવી .  ગરમ દૂધ સાથે લેવો .

મસા ઉપર ઠંડા પાણી કે ત્રિફળાના ઉકાળામાં બોળેલુ પોતુ મુકવું .  આંબાહળદર અને ફટકડીની થેપલી કરી બાંધવાથી મસા ખરી પડે છે . લીંબોળીના મીંજ તથા એળીયાની રસવંતીનારસમાં ગોળી કરીને લેવી . નાગલાદૂધેલી અથવા ચમાર દૂધેલીના પાન તો .૨ લઇ ઘીમાં તળીને ખાવાથી લોહી પડતું બંધ થાય છે . હરસમાંથી લોહી પડતું હોય તો ઇંદ્રજવ , વાવડીંગ , લીંબોળી , કાંચકાના મીંજ , દીકામાળી સમભાગે લઈ તેનું ચૂર્ણ કરીને ઠંડા પાણી સાથે લેવું .રસાંજનમાં તેના આઠમાં ભાગનુ કપૂર મેળવી પાણીમાં ઘંટી ચાર ચાર રતીની ગોળી બનાવવી.તે એક બે ગોળી પાણી સાથે લેવાથી લોહી બંધ થાય.

હળદર અને સુકા કડવા તરીયાનું ચૂર્ણ રાઈના તેલમાં મલમ કરી ચોપડવું . વાવડીંગ અને ઝેર કોચલા તો.૧૦-૧૦ , ભાંગ તો .૫ ની ધૂણી દેવી . પથ્ય : હલકુ ભોજન , કળથી , દૂધ , ચોખા , ધી , તુરીયાનુ શાક , લસણ , છાશ , માખણ , આમળા , અગ્નિ તથા બળને વધારે તેવા ખાનપાન તથા ઔષધ લેવા .

અપથ્ય : માદક પદાર્થો , બાજરી , લાલમરચુ , રાઇ , ગવારફળી , ભારે અન્ન , દહી , અડદ , લાલકોળુ , ઉજાગરો , મૈથુન , ઝાડાને રોકનારા પદાર્થો , શ્રમ , અતિ ફરવું , મિષ્ટ અન્ન , ખીર , લાડુ , મેંદાની પુરી , રીંગણ , મરચા , તેલ ,આ ખાવું નહી

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *