શું તમારા ચહેરા પર વારંવાર ખીલ થાય છે? તો અપનાવી જુઓ આ આયુર્વેદ ઉપચાર જડમૂળ માંથી થશે ખીલ નો નાશ!!

જયારે વધારે પડતું લારી બજાર મુ ખાવામાં આવે અને જંક ફૂડ આરોગવામાં આવે ત્યારે તેના કારણે ખીલ થવાની શક્યતા રહે છે અને તેના દ્વારા પછી આખા ચહેરા પર ફેલાય છે અને રૂપાળો ચહેરો પણ કદરૂપો બની જાય છે. આથી આવો જાણીએ ખીલ ને દુર કરવાના ઉપાય….

પિત્તપ્રકૃત્તિવાળા, ગરમ ખાનપાનનું અતિસેવન કરનાર તથા ગરમીની પ્રકૃતિવાળાને મોઢા ઉપર ફોડકા જેવા ચામઠા થાય છે. તેને ખીલ કહે છે. મોઢા ઉપર તેલ વગેરે ચીકણાં પદાર્થો અડવાથી તે વકરે છે.

આપમેળે પાક્યા પછી તે ફૂટી જાય છે. ત્યારે મોઢા ઉપર તે જગ્યાએ કોઇવાર કાળા ડાઘ પડી જાય છે. તેને દુર કરવા માટે ઉપચાર ગરમ, ખટાશ અને મિષ્ટાન્ન બંધ કરવા. પેટ સાફ રાખવું. અને અજીર્ણ દૂર કરવું. સવાર સાંજ ગરમ પાણીથી મો ધોવું અને વરાળનો બાફ દેવો.

ટંકણખાણ અથવા મરીનું ચૂર્ણ ગુલાબજળમાં મેળવી લગાડવું. સુખડનો લેપ કરવો કે મજીઠને મધમાં મેળવી લેપ કરવો. વજ, લોધર, સરસવ અને સિંધવનો લેપ કરવો. કેસર,ચંદન અને મરીનું ચૂર્ણ ગુલાબ જળમાં મેળવી લેપ કરવો.

બિજો રાના મૂળ,ઘી , મનશીલ અને ગાયના છાણના રસનો લેપ કરવો. જાયફળ, ચંદન અને મરી એકત્ર કરી વાટી લેપ કરવો . લોધર, ધાણાં અને વજ કે ગોરોચન અને મરીનો લેપ કરવો .અર્જુન – સાજડની છાલ દૂધમાં વાટી લેપ કરવો . મોચરસ ( શીમળા ) ના ઝાડના કાંટા દૂધમાં વાટી લેપ કરવો .ગોરોચન અને મરીનો અથવા શેમળાના કાંટાઓ દૂધમાં વાટી લેપ કરવો .

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.