શું તમને માથામાં ટાલ પડી ગઈ છે?? તો આયુર્વેદ માં બતાવેલો આ ઉપાય અજમાવો ૧૦૦% દુર થઇ જશે ટાલ!!

ટાલ પડવાનું કારણ માથુ, દાઢી તથા મૂછના વાળના મુળમાં કીટ લાગવાથી અથવા કોઇવાર ઉપદંશ, કંઠમાળ, મહાજવર કે શારીરિક નબળાઇના કારણે વાળ ખરી પડે છે. અને તે જગ્યાએ ટાલ પડી જાય છે. વાળ ખરી જવાના કારણો નાબુદ કરવા. અને શક્તિવર્ધક ઉપચારો કરવા આ ઉપાય અજમાવો.

તેલમાં તળેલા આમળાનું ચૂર્ણ, ટોપરુ, કપૂરકાચલી, મોથ, સુગંધીવાળો, અગર, તગર સુખડ, ગુલાબકળી દરેક એક-એક તોલો લઇ બારીક ચૂર્ણ કરવું. આ ચૂર્ણ લઇ ૧૫ તોલા પાણીમાં રાત્રે પલાળી રાખવું. સવારે થોડું વધારે પાણી ઉમેરી માથામાં નાખી વાળ ચોળ્યા પછી સ્નાન કરવું

હાથીદાંતની રાખ અને રસવંતીને ગાડરના દુધમાં ઘૂંટીને લેપ કરવો. ભોરીંગણીનો રસ કે ચણોઠીના મૂળ કે ફળ અને મધ એકત્ર કરી ચોપડવું ગળી , મરી , હિરાકસી, મોરથુથુ સમભાગે લઇ મધમાં એકત્ર કરીને ચોપડવું. ગોખરુ, તલના ફુલને મધ ઘીમાં મેળવી લેપ કરવો. નેપાળો પાણીમાં ઘસી ચોપડવો કે પોપૈયાનુ દૂધ ચોપડવું. કડવી પંડોળી ( પરવર ) ના પાનનો રસ ચોળવો કે લેપ કરવો. ગોખરુ, તલના ફૂલ, મધ અને ઘી સમાન લઇ તેનો લેપ કરવો.

જાઇ, કરંજ, વાયવરણાં અને કરેણના રસમાં તેલ નાખી પકવીને ચોપડવું. મોટા કમળ, જેઠીમધ, લીંડીપીપર, ચંદન અને નાના કમળ એક એક ભાગ તેલ ૧૧ ભાગ ,આમળાનો રસ ૩૨ ભાગ લઇ તેલ સિદ્ધ કરીને ચોપડવું . ચણોઠીનો ભુકો વાટી લેપ કરવો. ભોરીંગણીનો રસ કાઢી મધ મેળવીને લેપ કરવો. ભીલામાના ઝાડની છાલનો રસ મધ નાખીને લેપ કરવો.

કેટલીકવાર સ્ત્રીઓને દાઢી, મૂછ વગેરે પર વાળ ઉગે છે. તે દૂર કરવા શંખભસ્મ લઇ તેને કેળના રસની બે ભાવના આપી સુકાયા બાદ તેમાં હરતાલનું ચૂર્ણ મેંળવી જે ભાગ ઉપરથી વાળ કાઢી નાખવા હોય તે ઉપર તે ચૂર્ણનો પાણીમાં મેળવી લેપ કરવો. અથવા હરતાલ શંખચૂર્ણ મનશીલ સાજીખાર લઇ લેપ કરી અસ્ત્રાવતી વાળ કાઢી તેના પર સાત દિવસ સુધી રોજ લેપ કરવો .

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *