ગુજરાતના વડોદરા જિલ્લાના કે વાઘોડિયાથી એક ભયાનક માર્ગ અકસ્માત પ્રકાશમાં આવ્યો છે. જ્યાં રસ્તો ક્રોસ કરતો યુવક સિટી બસને અથડાયો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર મામલામાં પોલીસે બસના ચાલકને કસ્ટડીમાં લીધો છે.
વિગતવાર માહિતી મુજબ એક બસ વાઘોડિયાથી વડોદરા તરફ આવતી હતી. તે જ સમયે, પીપળીયા ગામ નજીક આવેલી ધીરજ હોસ્પિટલ નજીક રસ્તો ઓળંગી રહેલા એક યુવાનનું બસ નીચે આવતાં મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના હોસ્પિટલ નજીક આવેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સીસીટીવી ફૂટેજમાં જોઇ શકાય છે કે આ ઘટનામાં મૃત્યુ પામેલો યુવક તેનો ફોન વાપરી રહ્યો હતો. યુવક ફોનમાં એટલો વ્યસ્ત હતો કે બસનો અવાજ પણ સાંભળી શકતો ન હતો.
જુઓ લાઈવ વીડિયો:-
અકસ્માત થતાંની સાથે જ નજીકના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ અંગે લોકોએ તાત્કાલિક વાઘોડિયા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસ તપાસમાં મૃતકનું નામ સચિન કશ્યપ હોવાનું બહાર આવ્યું હતું અને તે હોસ્પિટલમાંથી જ બહાર આવ્યો હતો. જ્યાં તે બસની નીચે આવ્યો હતો. આ અંગે વાઘોડિયા પોલીસે સિટી બસના ચાલક હીરાભાઇ સામે અકસ્માતનો ગુનો નોંધી તેની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. આ ઉપરાંત બસ સંચાલકો દ્વારા હિરાભાઇને પણ નોકરીમાંથી કાઢી મુકાયા હતા.
નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…