જો તમે આઝાદ દેશમાં સરકારી કોલેજની માંગ સાથે 26 મી જાન્યુઆરીએ તિરંગા રેલીમાં જશો તો તમને પોલીસ ઉંચકી જશે…
આજ રોજ પાટીદાર અનામત આંદોલન સિમિતિ દ્વારા આયોજિત ત્રિવિધ મુદ્દા ની માંગ સાથે તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમયાન વરાછાના વિવિધ વિસ્તારોમાંથી રેલી કાઢવામાં આવી હતી તે દરમ્યાન પોલીસ તંત્ર દ્વારા સરકાર ના ઈશારે કામ કરીને એક ડર નો માહોલ ઉભો કર્યો હતો.

સુરત ના વિવિધ વિસ્તારો સરથાણા, સીમાડાનાકા, નાના વરાછા, કાપોદ્રા, હીરાબાગ, મીની બાઝાર, યોગીચોક રેલી ની શરૂઆત કરવામાં આવી હતી. તે દરમયાન પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા સહીત તમામ આંદોલનકારીઓ, અનેક સામાજિક અને રાજકીય સંગઠનો ના 1000 થી વધુ રાષ્ટ્રપ્રેમી લોકોની ધડપકડ કરી ને સુરત ના અલગ અલગ પોલીસે સ્ટેશન માં લઇ જવામાં આવ્યા છે.

અવાજ દબાવવાનો પ્રયાસ કરીને બંધારણનું અપમાન – ધાર્મિક માલવિયા
પાસના ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે, સરકાર અમારો અવાજ દબાવવા પ્રયાસ કરે છે. અમારી ત્રણ માંગ છે ખેડૂતોને ન્યાય, પાસના કાર્યકરો અને આંદોલનકારીઓ પર લાગેલા ખોટા કેસ પાછા ખેંચવા અને વરાછા વિસ્તારમાં કોલેજ આ માંગ પૂરી કરવાની જગ્યાએ આજના દેશના પ્રજાસત્તાક પર્વે અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કરીને બંધારણનું અપમાન સરકારના ઈશારે પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે.
પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા સહીત ના તમામ લોકોની ધડપકડ કરી અઠવાલાઇન્સ સ્થિત પોલીસ હેડક્વાટર પર લઇ જવામાં આવ્યા છે.
